________________ સુદર્શન II 287 | રાજાએ આગ્રહ કરી કહ્યું. એમ નહિ થાય. પુત્રી તારે પિતાને જ કહેવું પડશે, કેમકે તારે તે પતિ સાથે સ્નેહની ગંઠથી જન્મ પયત જોડાવાનું છે અને તે પ્રેમનો નિર્વાહ કરવાનો છે. પાછળથી પશ્ચાત્તાપ ન થાય તે માટે તારે તારો અભિપ્રાય જણાવો જ જોઈએ. રાજાના ઘણા આગ્રહથી કુમારીએ જણાવ્યું: પિતાજી ! જો એમજ છે તે, પૃથ્વી પર કેઈથી આજપર્યત પરાભવ નહિ પામેલ આ આપને કાળમેઘ નામનો મઘ્ર છે, તે મāન જે કઈ રાજકુમાર મલ્લ યુદ્ધમાં જીતશે તે મારો પતિ થશે. બીજું હું વધારે આપને શું કહે ? " કુમારીના વચનોથી રાજાને નિશ્ચય થયો કે–આ પુત્રી બળની અનુરાગિણી છે. તે ઠીક છે પણ આ મલ્લે સર્વે બળવાન રાજાઓનો મલ્લયુદ્ધમાં પરાજય કર્યો છે. તેથી આ કુમારીને લાયક પતિ મળવો મુશ્કેલ છે. આ વિચાર કરતાં રાજાનું મુખ શ્યામ થઈ ગયું. રાજાને ખેદ પામતો દેખી પ્રધાને કહ્યું–મહારાજ ! આપ ખેદ શા માટે ધો છે? પરીક્ષા કર્યા સિવાયનો હજી એક મહાપુરુષ રહી ગયો છે અને તે નરસિહ રાજાનો પુત્ર નરવિક્રમ છે કે જે બળ અને પુરુષાર્થમાં એક અદ્વિતીય મલ્લ ગણાય છે. આ સાંભળી રાજાને કાંઈક શાંતિ મળી. રાજાના નિર્દેશથી પ્રધાન પુરુષોએ નરવિક્રમ કુમારને બેલાવવા માટે મને આપની પાસે મોકલાવ્યું છે. હવે આ સંબંધમાં આપની જેવી આજ્ઞા. - દૂતનાં વચનો સાંભળી નજીકમાં બેઠેલા કુમાર સન્મુખ રાજાએ જોયું. કુમારે રાજાને શl 287 . - -- PP A. Gunratnasuri MS Jun Gun Aaradhak Tu