________________ આપવા માટે આપની શી આજ્ઞા છે ? રાજ–તેને જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા થતાં દૂત સભામાં હાજર થયો. અને સુદર્શનાર નમસ્કાર કરીને નમ્રતાથી તે આ પ્રમાણે કહેવા લાગ્યું. મહારાજા ! હું હર્ષપુરથી આવું છું, અને દેવસેન મહારાજાનો દૂત છું. અમારા મહારાજા પાસે બે ઉત્તમ રત્નો છે. રૂપ, ગુણમાં અપ્સરાઓનો પણ ઉપહાસ કરનાર એક કન્યારત્ન છે. અને બીજું રત્ન પ્રતિસ્પર્ધી મલ્લોને કાળમેઘ સમાન કાળમેઘ નામનો મદ્ઘ છે. જેણે યુદ્ધમાં અનેક મદ્યોનો પરાભવ કર્યો છે. એક દિવસે નાના પ્રકારના અલંકારોથી અલંકૃત કરી, રાજમાતાએ રાજકન્યાને પિતૃપાદનંદન અર્થે સભામાં મોકલાવી. પિતાને નમસ્કાર કરી રાજકન્યા પિતાના ખોળામાં બેઠી. રાજકન્યાને દેખી રાજા વિચારમાં પડે કે નિચે પદ્માવતી રાણીએ કુંવરીના વરની ચિંતા માટે તેને મારી પાસે મોકલાવી છે. કેટલોક વખત વિચાર કર્યા બાદ રાજાએ કુંવરીને કહ્યું : પુત્રી શીળમતી ! તને કેવા ગુણવાલો પતિ ગમે છે? શું ત્યાગી ? શૂરવીર? વિદ્વાન ? કૃતજ્ઞ? સુખી ? ગંધર્વકળામાં કુશળ ? પપકારી કે દયાળ ? રાજાનો આવો વિચિત્ર પ્રશ્ન સાંભળી લજજાથી કુંવરીએ નીચું મુખ કર્યું. શરમાતી દષ્ટિએ ધીમે શબ્દ કુંવરીએ જણાવ્યું–પિતાજી! જે આપશ્રીને યોગ્ય લાગે તે મને પ્રમાણ છે. I 286 | Jun Gun Aaradhak Trus