________________ --- સુદર્શન II 285 છોડી દેવામાં આવ્યા. વારાંગનાઓ નાચવા લાગી. સધવા સ્ત્રીઓ મંગલિક ગાવા લાગી. મંગલિકનાં વાજિંત્રો વાગ્યાં. અક્ષતનાં પાત્રો રાજદ્વારમાં જવા લાગ્યા. - ઈત્યાદિ મહાવિભૂતિવાળે રાજાના અને પ્રજાના હર્ષ વચ્ચે મહેચ્છવ શરૂ થયો. જ્ઞાતિ વગને પ્રીતિભેજન અને ગરીબોને આનંદી ભેજન, વસ્ત્રાદિના સત્કારપૂર્વક યોગ્ય દિવસે કુમારનું નરવિક્રમ નામ આપવામાં આવ્યું.. અનુક્રમે વૃદ્ધિ પામતે રાજકુમાર આઠ વર્ષનો થયે એ અવસરે કાર્તિક શુકલ પંચમી, ગુરુવાર અને પુષ્ય નક્ષત્રે રાજાએ લેખાચાર્ય પાસે ભણવા કુમારને મૂકો. ગુરુની કુપા, પિતાનો દઢ પ્રયત્ન અને કર્મક્ષપશમના પ્રમાણમાં, થોડા વખતમાં તે અનેક કળાનો પારગામી થયો. ' લેખનકલા, ધનુર્વિદ્યા, ગાંધર્વકલા, પત્રછેદ્ય, લોકવ્યવહાર, નરનારી, અશ્વ, હાથીપ્રમુખનાં લક્ષણે, ચિત્રકમ, મંત્રપ્રયોગ, પરચિત્ત ગ્રહણ અને શબ્દશાસ્ત્રાદિમાં તે પ્રવીણ થયો. મલ્લયુદ્ધમાં વિશેષ પ્રકારે તેણે પરિશ્રમ કર્યો હતો. - એક વખત રાજસભામાં દેખવા લાયક ઉત્તમ ગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં. કુમાર રાજાની પાસે બેઠો હતો એ અવસરે છડીદારે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! હર્ષપુર શહેરના દેવસેન રાજાને દૂત આપના દર્શનાથે દ્વાર આગળ આવી ઊભે છે. તેને પ્રવેશ P.P.AC. Gunratnasuri MS. Jul Gun Adamlak