________________ સુદરના I 284 | | લાગ્યો, તેના રોમે રોમ વિકસિત થયા. સુંદરી ! આ સ્વપ્નના પ્રભાવથી આપણું કુળમાં ધ્વજ સમાન ઉત્તમ પુત્રની પ્રાપ્તિ તમને થશે. તે પુત્ર મોટી પૃથ્વીનો માલિક થશે. રાજાના મુખથી આવાં ઈષ્ટ વચન સાંભળી હર્ષિત થઈ રાણીએ શુકનગ્રંથી બાંધી. અને પાછલી રાત્રી રાજાની પાસે જ આનંદમાં ગુજારી. પ્રાતઃકાળ થતાં જ રાજાએ પાઠકેને બેલાવી સ્વપ્નફળ પૂછયું. તેઓએ પણ તે જ ફળ બતાવ્યું. રાણીને વિશેષ આનંદ થયે. તે જ દિવસથી ગર્ભ ધારણ કરતી રાણી સુખમાં દિવસો પસાર કરવા લાગી. ત્રીજો મહિનો થતાં રાણીને ગર્ભના પ્રભાવથી દેહલા ઉપન્ન થયા. દેવનું પૂજન કર, ગુરુની ભક્તિ કરું, દાન આપું, જીવોને અભયદાન અપાવું, દુ:ખી જીવોનો ઉદ્ધાર કરું. ધર્મશાસ્ત્રનું શ્રવણ કરું. ઇત્યાદિ રાજાએ મનોરથથી અધિક સામગ્રી મેળવાવી આપી, સર્વ દેહલા પૂર્ણ કર્યો. સ્નેહી સ્વજનોના શુભ મનોરથ વચ્ચે રાણીએ પ્રણ દિવસે પુત્રનો જન્મ આપે હર્ષભેર દોડતી દાસીએ રાજાને પુત્રની વધામણી આપી. પુત્રજન્મની વધાઈથી સંતોષ પામેલા રાજાએ દાસીનું દાસીપણું દૂર કરી નાખી ઈચ્છાધિક પારિતોષિક દાન આપ્યું. આખા શહેરમાં વધામણું કરાવ્યું. ઘેર ઘેર આમ્ર અને ચંદનનાં તોરણે બંધાયાં. પૂર્ણ કળશ દ્વાર આગળ મૂકયા. પંચરંગી ધ્વજાઓ ફરકવા લાગી. આરંભના કાર્યો બંધ કરાયાં. કારાગૃહમાંથી બંદીવાનો Ac Gunratrasuri MS. Jun Gun Aaradhak Trust