________________ સુદર્શન - | 28 તો આ કામ જલ્દીથી સિદ્ધ થાય. રાજાએ, પ્રબળ પુત્ર–ઈચ્છાથી સહસા તે કામ માથે લીધું. કાળી ચૌદશની રાત્રીએ તે કાપાલિક યોગી સહિત રાજા ભયંકર સ્મશાનમાં દાખલ થયે. કાપાલિકે એક મંડળ આળેખ્યું. સકલ કરણાદિ વિધાન કરી, સ્થિર આસને બેસી મંત્ર જપવો શરૂ કર્યો. રાજાને પિતાથી સે હાથ દૂર બેસવા ફરમાવ્યું અને બોલાવ્યા સિવાય પાસે ન આવવા આજ્ઞા કરી. રાજાએ તે પ્રમાણે તરત જ કર્યું પણ ઉત્તરસાધકનું કામ તે પાસે જ જોઈએ છતાં મને આટલો દૂર બેસારવાનું કારણ શું? એ શંકાથી સે હાથ દૂર ન બેસી રહેતાં રાજા યોગીની પાછળ આવી, યોગી શાનો જાપ કરે છે તે સાંભળવા લાગ્યો. “હું કુરુ સ્વાહ્ય હન્મિ નરપતિ” રાજાને મારૂં. રાજાનું બલિદાન આપું છું. વિગેરે શબ્દોને યોગીને જાપ કરતો જાણી, રાજાએ વિલંબ ન કરતાં તરત જ હુંકાર કર્યો કે-અરે રાત્મન ! તું મને મારવા ધારે છે? હમણાં જ તું સાવધાન થા. હવે હું તને છોડનાર નથી તે શબ્દ સાંભળતાં જ ફર ચિત્તવાળો કાપાલિક કે પાનળથી પ્રજવલિત થયો. યમની બીજી જિલ્લા સમાન. જમણા હાથમાં ખગ લઈ રાજાને કહેવા લાગ્યો કે-અરે અધમ રાજા ! તું તારો મનુષ્યજન્મ સાંભળી લેજે. ઇત્યાદિ બોલતાં પ્રચંડ પરાક્રમવાળા બન્ને જણ રૌદ્રપણે યુદ્ધ P.P. Ac. Gunrainasuri MS. ---- I 281 | Jun Gun Aaradhak TUS