________________ સુદર્શના 280 || મહારાજ ! આપ પણ આ ઉપાયે કામે લગાડો–ઉપાય કરતાં કાર્ય સિદ્ધ ન થાય તે પછી મનુષ્યને શું દોષ છે? મહારાજા ! મેં સાંભળ્યું છે કે કઈ ઘરશિવ નામને યેગી હમણાં કેટલાક દિવસથી આપણું શહેરમાં આવ્યું છે. તેણે પિતાના ચમત્કારિક વિજ્ઞાનથી લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. તેમ તે કેટલીક સામર્થ્યતા પણ ધરાવે છે, તે પુત્ર ઉત્પત્તિ નિમિત્તે તેને કાંઈ પૂછવું જોઈએ. બીજા પ્રધાને પિતાને અભિપ્રાય જણાવ્યો. રાજાએ આદરપૂર્વક તે યોગીને સભામાં બોલાવ્યો અને નમ્રતાથી પ્રશ્ન કર્યો કેસ્વામીજી ! આપ કયાંથી આવો છો ? અને કઈ તરફ જવા ધારે છે? યોગી–હું હમણાં શ્રીપર્વતથી આવું છું અને ઉત્તરાપથમાં જાલંધર જવા ધારું છું. રાજા–અમને કાંઈપણ ચમત્કાર બતાવશો? યોગીએ તરત જ અગ્નિથંભ કરવા પ્રમુખ કેટલાક પ્રયોગ કરી બતાવ્યા. રાજા--આ બાલક્રીડા જેવા પ્રયોગથી અમને સંતોષ થઈ શકે તેમ નથી પુત્રપ્રાપ્તિ થઈ શકે તે કોઈ ઉપાય હોય તો બતાવો. યેગી...ઓહ! તે કામ મને શું ગણતરીમાં છે? પણ મંત્રસિદ્ધિથી તે કામ થઈ શકે તેમ છે. મંત્રસિદ્ધિ માટે ઉત્તરસાધકની જરૂર અગત્યની છે. તે ઉત્તરસાધક તરીકે તમે થાઓ | 280 || Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak