________________ 5 2, “નાના પ્રકારના વૈભવને અનુભવ કર્યો, વિષયવાસનાઓને તૃપ્ત કરી, પુત્રાદિ સંતતિ ઉત્પન્ન કરી અને શાખા, પ્રશાખારૂપ વંશની વૃદ્ધિ થઈ, છતાં પણ લાયક પુત્રને ગૃહને ભાર આપીને હજી સુધી જેને ધર્મ કરવાની રુચિ થતી નથી તેને નિર્વાણસુખ ક્યાંથી મળે?” 6 આ માગધનાં વચન સાંભળી, રાજા પુત્રરૂપ ચિંતાના સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તે વિચારવા લાગ્યા. અહા ! જેને પ્રતિકાર ( ઉપાય) ન થઈ શકે તેટલું બધું પ્રબળ અંતરાયક મને કેવું દુ:ખ આપે છે? અનેક રૂપ લાવણ્યતાવાળી મારે રાણીઓ હોવા છતાં એક પણ રાણીથી હજી સુધી પુત્રને લાભ મને મળ્યું નથી. પુત્ર સિવાય આ રાજ્યરિદ્ધિ કાને આપીને હ' મારા આત્મકલ્યાણને માગ સાધું? ઈત્યાદિ ચિંતામાં પાછલી રાત્રી પૂર્ણ કરી, પ્રાત:કાળની - ષટ્કર્મ કરી રાજા સભામાં આવી બેઠે. અને બુદ્ધિમાનું પ્રધાનાદિકને બોલાવી પુત્ર ચિતા સંબંધી પિતાની હકીકત જણાવી. પ્રધાને કહ્યું-મહારાજા શુભાશુભ કર્મના ઉદયથી ઈષ્ટાનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કે વિગ થાય છે તથાપિ મનુષ્યને ઉદ્યમની પણ જરૂર છે. આકાશમાંથી સ્વાભાવિક પાણી પડે છે. તેમજ જમીન ખોદવાની મહેનત કરવાથી પણ પાણી મેળવી શકાય છે, માટે પુત્ર ઉત્પતિ નિમિત્ત દેવનું આરાધન, ઔષધીથી સ્નાન, મૂળ-જડી-બૂટ્ટી વિગેરેનું ભક્ષણ, અને અમુક વસ્તુનું પાન કરવું ઈત્યાદિ અનેક ઉપાય છે. તે કામે લગાડતાં કોઈ ઉપાય કઈ વખત કાર્ય સિદ્ધ કરનાર થઈ પડે છે અને કર્મની વિપરીતતાથી કઈ વખત પ્રયત્ન નિષ્ફળ પણ થાય છે. PP Ac. Gunratnasuri M.S. || શeટા Jun Gun Aaradhak Trus