________________ સુદર્શના ! તેં પણ પૂર્વના ભવમાં ભાવથી નિયમ પાળતાં, આ જન્મમાં ઉત્તમ કળાદિથી લઈ ગુર્નાદિકનો સંયોગ અને જાતિ-સ્મરણાદિ આત્મસાધનામાં ઉપયોગી સામગ્રી મેળવી છે. સુદર્શન છે? વધારે શું કહેવું? // 278 || भावणा भावियचित्तो सत्तो लंधितु सयलदुक्खाई / धम्मं सुहं च सुगइं च लहइ नरविक्कमनिव्ववु // 1 // ભાવનાના તીવ્ર પુટથી વાસિત ચિત્તવાળા છો, સમગ્ર દુઃખને ઓળંગી નરવિક્રમ રાજાની માફક ધર્મ તથા સુખ અને સદ્ગતિને પામે છે. નરવિકમ. આ ભારતવર્ષના કુરુજંગલ દેશમાં, અમરાવતીની માફક શોભાવાળી જયંતિ નામની નગરી હતી. તે નગરીમાં સિંહની માફક અતુલ પરાક્રમી નરસિંહ રાજા રાજ્યશાસન કરતો હતો. તે રાજાને બીજા હૃદય સમાન પ્રેમપાત્ર ચંપકમાલા નામની રાણી હતી. તેની સાથે સંસારવાસને અનુભવ કરતાં ઘણે કાળ સુખમાં વ્યતીત થયો. ' એક દિવસ પાછલી રાત્રીએ રાજા જાગૃત થયો. તે અવસરે કઈ માગધને આ પ્રમાણે બોલતાં સાંભળે. Ac. Gunratnasuri MS. { 278 Jun Gun Aaradhak Trus