________________ સુદના / 275 મુનિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. તીવ્ર તપશ્ચરણમાં ઉધમ કરી ઘણા વર્ષ શ્રમણપણું પાળી, વિમળ કેવળજ્ઞાન પામી વિષ્ણુકુમાર શાશ્વતસ્થાન (મોક્ષ) પામ્યા. કિલટ કમ તેડવા માટે ઓછી વધુ સર્વને તપગુણની જરૂરિયાત છે. ધ્યાનાદિને સમાવેશ પણ તપગુણમાં થાય છે, માટે તમારે પણ યથાશક્તિ તપશ્ચરણમાં પ્રયત્ન કરવા. તપોગુણના વર્ણનવાળી ધર્મદેશના આપી વિજયકુમાર મુનિ મૌન રહ્યા. એટલે સભાના લોકોએ યથાશક્તિ તપશ્ચરણ કરવાનો અભિગ્રહ લીધો. વખત ભરાઈ ગયો હોવાથી ગુરુશ્રીના નામને વિજયધોષ કરી ગુરુને નમન કરતાં લોકો પિતપોતાના કામમાં લાગી ગયાં. - નિત્યની માફક આનંદમાં રાત્રિ પસાર કરી વિશેષ બોધ લેવાની જિજ્ઞાસુ સભાસદો પાછા પ્રાતઃકાળમાં ગુરુશ્રી સન્મુખ આવી બેઠા. —જૈ - III પ્રકરણ 29 મું ભાવધર્મ तक्कविहूणो विज्जो लक्खणहीणोय पंडिओ लोए / भावविहणो धम्मो तिण्णिवि गरुई विडंबणया // 1 // Jun Gun Aaradhak PP Ad Gunratnasuri MS