________________ સુદર્શના છે. ર૭૪ હે ભગવન્! નમુચી, દુર્મતિ, ક્રૂર અધ્યવસાયવાળ, સંધનો પ્રતિપક્ષી યાને વિરોધી છે. તેની મને ખબર ન હતી. મેં શ્રી સંઘને મહાનુ અપરાધ કર્યો છે ક્ષમા કરો. મારા પર પ્રસન્ન થાઓ. હું પણ તમારે સેવક છું. તમારે શરણે આવ્યો છું. હે નાથ ! આ સુર અસુરાદિ સહિત ત્રણ ભુવન ભયથી કંપાયમાન થઈ, દીનમુખ બની રહ્યું છે તે આપ કેપને ઉપશમ કરે, ઉપશમ કરો. દેવ સંબંધી વચને સિવાયની આ સર્વની વિજ્ઞપ્તિ તે મુનિના શરીરની ઊંચાઈ આગળ નિરર્થક જેવી હતી, છતાં પગને સ્પર્શ થતો જાણી તેણે પોતાની દષ્ટિ નીચો કરી. પોતાના ચરણ આગળ આકુળ-વ્યાકુળ થતા ઉભેલો સંઘ તેના જોવામાં આવ્યું. સંઘ તથા લોકોને { જોતાં જ કરુણાસાગર મહાભાગ વિષ્ણુકુમાર મુનિ ઉપશાંત થઈ, પાછી વળેલી સમુદ્રની ભરતી સમાન સહજ સ્વરૂપે થઈ રહ્યા. શ્રી સંધના અનુરોધથી તે પાપી નમુચોને મુનિએ જીવતો મૂકી દીધો. છતાં મહાપદ્મરાજાએ તેને દેશપાર કર્યો. સમુદ્ર પર્વતની પૃથ્વી ત્રણ પગથી આક્રમણ કરી, તેથી વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ નામ દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યું. આ પ્રમાણે જિનશાસનની ઉન્નતિ કરી, આલોચો, પ્રતિક્રમી, મહાત્મા વિષ્ણુકુમાર / ર૯૪ aa Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak True