________________ સુદર્શન HI 273 I { कोहेण जिया डझंति तहय मुझंति अप्पकज्जेसु // . इहयं परथ्थ नरए वच्चंति अणंतदुहभरिए // 1 // હે મુનિ ! ક્રોધ કરવાથી જ આ જન્મમાં (ક્રોધથી) દગ્ધ થાય છે. તેમજ આત્મકાર્યમાં મુંઝાય છે. અન્ય જન્મમાં અનંત દુઃખથી ભરેલા નરકમાં જાય છે. जं अज्जियं चरितं देसूणाए वि पुवकोडीए // तंपि कसायमित्तो हारेइ नरो मुहत्तेण // 1 // કાંઈક ઊણ પૂર્વક્રોડ વર્ષે પર્યત પ્રયત્ન કરી મનુષ્યોએ જે ચારિત્રરૂપ ધન ઉપાર્જન કર્યું હોય છે તે પણ, કષાય માત્ર કરવાથી એક અંતર્મહત્તમાં હારી જાય છે. પરિતાપ ઉત્પન્ન કરનાર, સર્વને ઉદ્વેગ આપનાર, વૈરની પરંપરા વધારનાર અને ભવભવમાં દારૂણુ વિપાક આપનાર ક્રોધને તમે ત્યાગ કરો. હે મહર્ષિ ! જ્ઞાન, ધ્યાનને સર્વથા વિરોધી ક્રોધનો સર્વથા ત્યાગ કરી ઉપશમિત થા. અમારા પર ક્ષમા કર. મુનિએ ક્ષમાવાને હોય છે. આ પ્રમાણે ઉપશમ સારવાળાં વચને બોલતા વિદ્યાધરો, અસુરો અને કિન્નરીઓ વિગેરે તેની આગળ નૃત્ય કરતા ગાન કરવા લાગ્યા. એ વેળાએ ભયથી સંભ્રાંત થયેલો E{ મહાપમરાજ ત્યાં આવ્યો. મસ્તકથી મુનિના પગને સ્પર્શ કરી ખમાવવા લાગ્યો. 7 II 273 || P.P.AC. Gunrainasuri MS. Jun Gun Aaradhak Tr