________________ સુદર્શન 1 276 इकोचिय सुहभावो होइ धुवं दाणसीलतवहेऊ / जं धम्मो भावविणा कस्सइ कइयाविन हु होइ // 2 // તર્ક વિનાને વૈદ્ય, વ્યાકરણ શાસ્ત્ર ભણ્યા વિનાને પંડિત અને ભાવ વિનાનો ધર્મ–આ ત્રણે પણ, લોકમાં મહાનુ વિડંબના સમાન છે. એક શુભભાવ નિચે દાન, શીયળ અને તપનું કારણ છે કેમ કે ભાવ વિનાને ધર્મ કઈને કઈ પણ વખત હોતો જ નથી. ભાવ સિવાય કેવળ દાન, શિયળ કે તપાદિનું ચિરકાળ પર્યત સેવન કર્યું હોય તથાપિ તે આવળના પુષ્પની માફક નિરર્થક છે. ભાવ સિવાયનું ઘણું કાળનું પણ ચારિત્ર, અજ્ઞાન તપની માફક અસાર છે. તે જ ભાવ સહિત હોય તો થોડા વખતમાં નિર્વાણપદ આપે છે. ભાવ શબ્દને સામાન્ય અર્થ વીતરાગ દેવના કહેલ વચન ઉપર શ્રદ્ધાન રાખવું યા તેને બરાબર સદૂહવારૂપ સમ્યક્ત્વ–એવો થાય છે, તથાપિ બાર ભાવનાનુસાર વર્તન કરવું એ તેને વિશેષ અર્થ છે. પૌગલિક પદાર્થોની અનિત્યતા, કર્માધીન જીવોની અશરણુતા, સંસારની વિચિત્રતા, સુખ–દુઃખાદિ ભેગવવામાં એકાકીપણું, ચૈતન્યની એક એકથી ભિન્ન સ્વભાવતા, શરીરની અશુચિતા, શુભાશુભ કર્મ આગમનના કારણની વિચારણ, શુભાશુભ કમ રોકવાના ઉપાય, પૂર્વ સત્તાગત કમ દૂર કરવાનાં કારણની ગષણ, દશ્યમાન લોકસ્વરૂપની વિચારણા, સમ્યક 276 II Jun Gun Aaradhak Tra