________________ સુદર્શના 269 | આચાર્યશ્રીએ કહ્યું : અમે અતિથિઓને લોકરીતિ પ્રમાણે વર્ધાપનાદિ કરવાનું યોગ્ય નથી. તેમ અમે કોઈની નિંદા કરતા નથી. તેમાં રાજાદિકની તો કેઈપણ પ્રકારે નિંદા ન કરવી. પણ ઊલટું તેઓનું ભલું ઇચ્છવું, એમ અમારા ધર્માચાર્યનું ફરમાન છે. ગુરુનું વચન નહિ સાંભળ્યું તેમ કરી, કપાશથી નમુચી બોલી ઊઠયો. મને તમારા ભલા ઈચ્છવાની કાંઈ દરકાર નથી. મારે દેશ મૂકી તમે અહીંથી ચાલ્યા જાઓ. જે સાત દિવસની અંદર કોઈ પણ મુનિને દેખીશ તો હું તેને જીવથી મારી નંખાવીશ. આ પ્રમાણે આદેશ કરી નમુચો ત્યાંથી ચાલ્યો ગયો. આ વાતની સંધને ખબર પડવાથી તેમણે નમુચી પાસે જઈ, મુનિઓના આચારાદિ વિષે જણાવી, પોતાનું ફરમાન પાછું ફેરવવા જણાવ્યું. નમુચિએ તેમનો અનાદર કરી રજા આપી. ' આચાર્યશ્રએ ત્યાં ચાતુર્માસ રહેલા સર્વ સાધુ સમુદાયને બોલાવ્યા અને કહ્યું કેમહામુનિઓ ! જેઓની પાસે કઈ પણ પ્રકારની લબ્ધિ હોય તે શ્રમણુસંધના રક્ષણને અર્થે અત્યારે ફોરવાની તમને રજા આપવામાં આવે છે. લબ્ધિ ફોરવવાનો અત્યારે અનિચ્છાએ પ્રસંગ આવી પડયો છે. } મુનિઓએ વિચાર કરી જણાવ્યું કે પ્રભુ ! છ હજાર વર્ષથી તપશ્ચર્યા કરનાર અનેક ! લબ્ધિવાન્ મહામુનિ વિષ્ણુકુમાર આ કાર્યને માટે સમર્થ છે. Jun Gun Aaradhak |269 Ac. Gunratnasu