________________ સુદર્શના II 268 II પણ ચૂર્ણ કરવું ઇત્યાદિ અનેક લબ્ધિઓ હોવા છતાં, તેનાથી નિરપેક્ષ બની નિરાસી થઈ નિરંતરે ગુરુની સાથે વિચરે છે. એક વખત તે આચાર્યશ્રી સુવ્રતાચાર્ય સાધુઓના સમુદાય સહિત હસ્તીનાપુરમાં ચોમાસા નિમિત્તે આવી રહ્યા. તે અવસરે વિષ્ણુકુમારમુનિ ગુરુશ્રીની આજ્ઞા લઈ એકાંતવાસમાં શાંતિથી ધ્યાન કરવા નિમિત્તે આકાશ માર્ગે મેરૂપર્વતની ચૂલા ઉપર ચોમાસું રહ્યા. સુવતાચાર્યને હસ્તીનાપુરમાં રહેલા જાણી શુદ્ધકે કરેલ અપમાન યાદ કરતાં ગૂઢ મચ્છરી રાજાએ આપેલા વરદાનની માંગણી કરી. રાજાએ કહ્યું : તને શાની જરૂર છે? પ્રધાને કહ્યું કેટલાક દિવસ મને રાજ્ય આપો. મારે યજ્ઞ કરે છે. પ્રધાનના દુષ્ટ અભિપ્રાયને નહિ જાણનાર રાજાએ વચનથી બંધાયેલ હોવાથી સહસા રાજ્ય આપવાનું કબૂલ કર્યું. રાજા અંતેઉરમાં જઈને બેઠો. અને રાજ્યસન પર નમુચી આવી રહ્યો. રાજ્યમાં તેની આજ્ઞા વર્તાણી. વધામણાં થયાં. સર્વ દર્શનના ગુરૂઓએ રાજાને મીઠાં વચનથી વધાવ્યું. જન મુનિઓને નહિ આવ્યા જાણી તેના પૂર્વના ક્રોધાગ્નિમાં આહુતી આપ્યા બરોબર થયું. તે મુનિની વસ્તીના દ્વાર આગળ આવ્યો અને બોલવા લાગ્યો. અરે જૈન મુનિઓ ! લોકસ્થિતિને જાણતા નથી અને મારી નિંદા કરો છો ? A Gunratnasuri M.S. { Eaa . | 268 | Jun Gun Aaradhak