________________ સુશેના | 267 { આપ્યો ઉપદેશ શ્રવણ કરી રાજા શહેરમાં આવ્યું. વિષ્ણકમારને બોલાવી રાજય ગ્રહણ કરવા કહ્યું : ભગવાસથી વિરક્ત થયેલ. વિષ્ણુ ચારિત્રગ્રહણ કરવાના મનોરથ જણાવ્યા. રાજાએ મહાપદ્મકુમારને રાજયાભિષેક કર્યો. મહાપદ્મ રાજાએ પોતાના પિતા અને જ્યષ્ટ બંધુને મહાનું આદરથી દીક્ષા–મહત્સવ કર્યો. સુવ્રતાચાર્ય સમીપે પોત્તર રાજાએ વિષ્ણુકુમાર સહિત ચારિત્રગ્રહણ કર્યું. મહાપદ્મ રાજાએ ઘણા મહોત્સવપૂર્વક પિતાની માતા જવાળાદેવીને રથ સંઘ સાથે શહેરમાં ફેરવ્યો અને જૈન શાસનની ઉન્નતિ કરી. પવોત્તર મુનિશ્રીએ ગુરુ સાથે વિહાર કરતાં સમભાવમાં રહી વિશુદ્ધ આત્મશ્રેણિએ કમળ ખપાવી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું અને થોડા જ વખતમાં નિર્વાણપદ મેળવ્યું. વિષ્ણકમાર મહામુનિ પણ નિકાચિત કર્મબંધનેને સ્વ૫ વખતમાં દૂર કરવા માટે શરીર પરથી નિરપેક્ષ બની તીવ્ર તપશ્ચરણ કરવા લાગ્યા. છઠ્ઠ અઠ્ઠમથી લઈ છ માસ પર્યત તપશ્ચર્યામાં આગળ વધ્યા. કનકાવળી, રત્નાવળી, મુક્તાવળી ઈત્યાદિ વિચિત્ર પ્રકારના તપ કરતાં તેને નાના પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ. ગરૂડની માફક આકાશમાં ગમન, દેવની માકક નાના પ્રકારના રૂપ ધારણ કરવો, મેરુ પર્વતની માફક શરીરની વૃદ્ધિ કરવી. વજાનું Ac. Gunrainasuri M.S. | 267 | at Jun Gun Aaradnak !