________________ સુદર્શના # 27o | ગુરુશ્રીએ કહ્યું : હા, ખરી વાત છે. પણ તે તો અત્યારે મેરુપર્વત પર ધ્યાનમાં છે. તેને અહીં કેણ બોલાવશે? એક મુનિએ નમ્રતાથી જણાવ્યું કે પ્રભુ! મેરુપર્વત પર જવાનું મારામાં સામર્થ્ય છે પણ પાછા આવવાની શક્તિ મારામાં નથી. ગુરુએ કહ્યું : વત્સ! તું જલ્દી ત્યાં જો. વિષ્ણુકુમાર તને અહીં પાછો લાવશે. ગુરુને આદેશ થતાં જ તે મુનિ આકાશમાગે મેરૂપર્વત પર જઈ પહોંચ્યો. મુનિને આવતાં દેખી, વિષ્ણુકુમાર વિચારવા લાગ્યો કે નિચે કોઈ મહાન વિપત્તિ સંધ સમુદાય પર આવી પડી છે, નહિતર ચોમાસામાં સાધુ અહીં આવે નહિં. મુનિએ પણ વિષકુમારને નમસ્કાર-વંદન કરી ગુરુ સંબંધી કાર્ય નિવેદિત કર્યું. તે સાંભળતાં જ તે મુનિને સાથે લઈ, એક ક્ષણવારમાં વિષ્ણુકુમાર હસ્તીનાપુરમાં ગુરુ પાસે આવ્યા. ગુરુએ કહ્યું : વત્સ! મુનિઓને માથે આ પ્રકારની વિપત્તિ આવી પડી છે. તું પોતે જ્ઞાની છે. આ ઠેકાણે જેમ યોગ્ય લાગે તેમ કરવાની મારી આજ્ઞા છે. તે સાંભળી ગુરુને નમન કરી, કેટલાંક સાધુ સાથે વિષ્ણુકુમાર રાજસભામાં આવ્યા. વિષ્ણુકુમારને જોતાં જ નમુચો સિવાય સામંત, મંત્રી સર્વ સભાજનોએ ઊભા થઈ નમસ્કાર કર્યો. II 2eo | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak The મારવા |