________________ સુદર્શના કે રાણા પ્રકરણ 28 મું તપશ્ચરણ जह लंघणेहिं खिज्जति रसविकारसम्भवा रोगा ? तह तिव्वतवेण धुवं कम्माई सुचिकणाई पि // 1 // જેમ લંધન (લાંઘણુ) કરવાથી રસવિકારના કારણથી ઉત્પન્ન થયેલા રોગો નાશ પામે છે તેમ પ્રબળ તપશ્ચર્યાવડે (તપવડે) અત્યંત ચિકણું કર્મો પણ નિચે નાશ પામે છે. બાહ્ય અને અત્યંતર એમ તપ બે પ્રકારે થાય છે. બાહ્યત૫–૧ ઉપવાસાદિ કરવા, 2 ઓછું ખાવું, 3 ઘણી થોડી ચીજો ખાવી અથવા ઈચ્છાઓને ઓછી કરવી. 4 ધી, દૂધ, દહીં, તેલ, સાકરાદિ રસને ત્યાગ કરવો. 5 કાયાને કષ્ટ થાય તેવા ધાર્મિક કામમાં જોડવી. 6 કષાય, ઇન્દ્રિય, મન, વચન, કાયાનો યોગ અને સ્ત્રી મનુષ્પાદિકને સંયોગ આ સર્વ ઓછા કરવા. આ બાહ્યતપ કહેવાય છે. આ તપ સામાન્ય મનુષ્યો પણ કરી શકે છે તેમ જ લોકોના દેખવામાં પણ આવે છે માટે તેને બાહ્યતપ કહ્યો છે. P.P.AC. Gunratnasuri M.S. | 257I Jun Gun Aaradhak