________________ સુદર્શના a 258 અત્યંતર તપ–૧ પિતાથી કઈ પાપ થઈ ગયું હોય તેનું ગુરૂ આદિ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. 2 ગુણવાનને વિનય કરવો. 3 ગુણી મનુષ્યની વૈયાવચ્ચ-ભક્તિ કરવી. 4 નવીન જ્ઞાન ભણવું. ભણેલાનું સ્મરણ કરવું. 5 ધ્યાન કરવું. 6 કાયોત્સર્ગ કરો યા શરીરાદિ ઉપરથી મમત્વ ભાવ દૂર કરો યા રાગ દ્વેષને ત્યાગ કરવો–આ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે. વિદ્યો જેમ ઔષધ કે મંત્રવડે ઝેરને દૂર કરે છે-ઉતારે છે. તેમ તીવ્ર રસવાળાં ઝેર સમાન દુષ્ટ કર્મો આ બન્ને પ્રકારની તપશ્ચર્યારપ મંત્ર કે ઔષધિથી દૂર થાય છે. હજારો વર્ષ પર્યત દુઃખ ભોગવીને નારકીના છ જેટલું કમ ખપાવે છે તેટલું કમ શુભભાવે એક ઉપવાસ કરીને મનુષ્ય ખપાવી શકે છે, અસંખ્ય ભવનાં એકઠાં થયેલાં કર્મો તપશ્ચર્યા વિના ખપાવી શકાતાં નથી. શું દાવાનળ વિના મહાન અટવી બાળી શકાય છે? શાસ્ત્રમાં કહ્યું છે. सव्वासिं पयडीणं परिणामवसा उवक्कमो भणिओ // पायमनिकाइयाणं तवसा उ निकाइयाणंपि // 1 // પરિણામના વશથી સર્વ કર્મપ્રકૃતિને ઉપક્રમ (ફેરફાર યા નાશ) શાસ્ત્રમાં કહ્યો છે, પણ તે પ્રાયે અનિકાચિત પ્રકૃતિ હોય તો જ. ત્યારે તપશ્ચર્યા કરવાથી તો નિકાચિત કર્મપ્રકૃતિએને પણ ક્ષય થઈ શકે છે. { i258 II 13 Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Tru