________________ સુદશના I 256 n { દુર્લભ સામગ્રી તને મળી ચૂકી છે. રત્નખાણમાંથી ચિંતામણીરત્નની માફક ચારિત્રરત્ન મેળવવું સુલભ છે, માટે રાજા જાગૃત થા. પ્રમાદ નિદ્રાનો ત્યાગ કર. આયુષ્ય અલ્પ છે. વખત થોડા છે. વિઘ્નો અનેક છે. વિલંબ કરવાનો વખત નથી. ઇત્યાદિ ગુરુવાકયોનું શ્રવણ થતાં રાજા જાગૃતિમાં આવ્યો. ચારિત્રાવરણી કર્મોએ માર્ગ આપ્યો. મોહ ઓછો થયો. સંવિગ્ન થઈ રાજા શહેરમાં આવ્યા. પૂર્ણકલશ પુત્રનો રાજ્યાભિષેક કરી અમીતતેજ ગુરુશ્રી પાસે રાજા-રાણી બનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિર્મળ ચારિત્ર પાળી છેવટે શારીરિક તથા માનસિક સંખના કરી બન્ને જણ સૌધર્મ દેવલોકે દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ઉત્તરોત્તર સુખરૂપ ભવો કરી સંયમ આરાધી બન્ને જણ નિર્વાણુ પદ પામ્યાં. શિયળ ગુણના પ્રભાવવાળું કલાવતીનું ચરિત્ર સાંભળી ઘણા લેકે શિયળ પાળવા માટે તત્પર થયા. વખત થઈ જવાથી દેશના બંધ થઈ ઋષભદત્ત, સુદર્શના, શીળતી વિગેરે પ્રમોદ પામતાં ગુરુશ્રીના ચિરંજીવીપણાનો જયધ્વનિ કરતા, પોતપોતાના ષટ્રકમમાં લાગ્યાં. ગુરુ પણ પિતાના આત્મકાર્યમાં લીન થયા. નિત્યની માફક દેવ, ગુરુના વંદન, પૂજન, ગુણકીર્તનમાં દિવસ વ્યતીત કરી, સૂર્યોદય પછી પાછાં ધર્મદેશના શ્રવણ નિમિત્ત સર્વે હાજર થયાં. ગુરુવર્ષે પણ ઉપકારવૃત્તિથી ધર્મોપદેશ શરૂ કર્યો. | 256 . -- -- Jun Gun Aaradhak TRES Ac Gunatnasuri M.S.