________________ સુદર્શન 5 55T થયો. મંગલ સૂર્યના ઉદ્દામ શબ્દો દિગંત પર્યત ફેલાવા લાગ્યા. કવિ કહે છે આ વાજિંત્રના શબ્દ ન હતા પણ શિયળનાં પ્રબળ માહાસ્યનો પડહ વાજતો હતો. રાણીના શિયળ ગુણની પ્રશંસા કરતાં લોકોનાં ટોળાં રસ્તા પર ઊભાં હતાં. લેકીને આનંદ ઉત્પન્ન કરતા રાજારાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ આખા શહેરમાં વધામણું કરાવ્યું. ધ્વજા, પતાકાથી શહેર શણગારાયું. બંદીવાનો છેડી મૂકયા. ગરીબ અપંગ મનુષ્યને દાન આપ્યું. રાજા મરણથી નિવૃત્ત થયો. રાણી મળી આવી. પાટવી કુમારનો જન્મ થયો. આવા એકીસાથે ત્રણે આનંદથી શહેરની તવારીખમાં તે દિવસ સોનેરી અક્ષરોથી લખાયો. બારમે દિવસે કુમારનું પૂર્ણકલશ નામ આપ્યું. ગિરિકંદરામાં ઉત્પન્ન થયેલા ચંપકની માફક નિરુપદ્રવપણે રાજકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો. આ બાજુ નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વ્યતીત થયાં. રાજકુમાર યૌવન વય પામ્યો. રાજારાણીને પ્રતિબોધ પામવાનો અવસર જાણી અમીતતેજ ગુરુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં દેવશરણુ ઉદ્યાનમાં આવી ઉતર્યા. રાજા-રાણી સપરિવાર વંદન કરવા આવ્યાં. ગુરુશ્રીએ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. રાજન ! માનવક્ષેત્ર, આર્યભૂમિ, મનુષ્યજન્મ, નિરોગી શરીર, વિચારશક્તિ, દેવગનો સમાગમ અને ધર્મશ્રદ્ધાન–આ એક એક સામગ્રી ક્રમે ક્રમે દુર્લભ છે. રત્નભૂમિની માફક આ // ૨૫પા P.P.Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust