________________ સુદર્શન | 254 aa દેવપણે ઉત્પન્ન થયાં. નરચંદ્ર રાજાનો જીવ તે દેવલોકથી એવી અહીં શંખરાજાપણે ઉત્પન્ન થયે, રાણી ચંદ્રયાનો જીવ તું પોતે કળાવતી છે, અને વયણસાર પોપટનો જીવ આ કળાવતીનો પુત્ર જેનું નામ પૂર્ણકળશ રાખવામાં આવશે તે છે, પુન્યના ઉદયથી તે તમને સુખના કારણરૂપ થાય છે. કળાવતી ! જિનદર્શન ઉપરના (પોપટના નિમિત્તથી ઉત્પન્ન થયેલ) મત્સર ભાવથી અને પિપટની પાંખ કાપતાં પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં ખલના પામવાથી આ તમારી ભુજાઓ કપાણી છે. આ અને પાછલા જન્મના નિર્મળ શિયળગણથી લેકેને આશ્ચર્યા કરનાર કપાએલી. ભુજાઓ પાછી નવીન પ્રાપ્ત થઈ છે. પૂર્વભવને સાંભળી રાજા-રાણી ભવભયથી ઉદ્વિગ્ન થયાં. હાથ જોડી તેમણે ગુરુશ્રીને કહ્યું: પ્રભુ ! આ સંસારબંદીખાનાથી અમે વિરક્ત થયાં છીએ એટલે આ ચારિત્રનું શરણુ લેવાની અમારી પૂર્ણ ઇચ્છા છે તથાપિ આ બાળકુમાર રાજ્યધુરાન માટે અત્યારે તદ્દન અશક્ત છે એમ ધારી તેટલા વખતને માટે અમને ગૃહસ્થપણાને લાયક ગૃહસ્થ ધર્મ આપે. અવસરે શ્રમણધર્મ સ્વીકારીશું, ગુરુમહારાજે પણ તેમની અત્યારની યોગ્યતા દેખી બન્નેને ગૃહસ્થમાં ગ્રહણ કરાવ્યું. ગુરુને નમસ્કાર કરી રાજા-રાણીએ શહેરમાં પ્રવેશ કર્યો. ધર્મપ્રાપ્તિથી રાજા–રાણીને અને રાજા-રાણીની પ્રાપ્તિથી પ્રજાને અત્યંત આનંદ Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak | 54 il. J' ન 1 TB વાળો પાક છે.