________________ સુદર્શના * | 253 | રસ્વતિ શક પાસે બોલાવી ભગવાનની સ્તુતિ કરતી હતી. એક દિવસે કાર્ય પ્રસંગને લઈને રાણી પ્રભુ દર્શનાર્થે જઈ ન શકી. નિરંતરના અભ્યાસને લઈ શુક પ્રભુદર્શનને માટે ઉત્સુક થયો. કઈ પ્રયોગથી પાંજરાથી બહાર નીકળી તે એકલો જિનમંદિર આવે. પ્રત્યેક જિનબિંબને વંદના કરી, પરમ ભક્તિથી સ્તવના કરી તે પાછો રાણી પાસે આવ્યો. પિતાની રજા સિવાય કને અન્ય સ્થળે ગયો જાણી રાણીને ઘણો ગુસ્સો આવ્યો. પોતાના ધર્મને ભૂલી જઈ, ક્રોધાંધ રાણીએ બીચારા નિરપરાધી પોપટને નાના પ્રકારની તાડના તર્જના કરી, સહસા તેની બન્ને પાંખાને મરડી નાંખી. થોડીવારે ક્રોધનો નશો શાંત થયે, રાણીને ઘણે પશ્ચાત્તાપ થયો, પિતાના અકાયની નિંદા કરવા લાગી પણ તેથી બગડી વાત સુધરવાની તો ન હતી જ. પિતાની પાંખો કપાયાથી શુકરાજને ઘણું દુ:ખ થયું. તેના મનોરથ મનમાં જ રહ્યા. તિય"ચની ગતિ અને તેમાં વળી આવી પરાધીનતા તેને તે ધિકકારવા લાગ્યો. શાણા શુકે પાંખો. કપાયા છતાં શુભ પરિણામને કપાવા ન દીધા, પૂર્વકર્મને દોષ આપી આવા કલિષ્ટ કર્મો કાપવાને સાવધાન થશે. જિનેશ્વર ભગવાનના ધ્યાનમાં જ પાંખોની અસહ્ય વેદનાથી પોપટ મરણ પામ્યા. શુભ અધ્યવસાયવાળો શુક સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પિતાના અકાર્યને પશ્ચાત્તાપ કરતી રાણી તે દિવસથી ધર્મક્રિયામાં વિશેષ સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધધર્મનું આરાધન કરી કાળક્રમે મરણ પામી, રાજા રાણી બન્ને સૌધર્મ દેવલોકમાં BDP. Ac. Gunratnasuri M.S. // રપ૩૩ - - -