________________ સુદના | aa નિશ્વાસ મૂકી બોલવા લાગ્યું. હા! હા! કેટલી બધી મારી અકૃતજ્ઞતા ? મારું અવિચારી કર્તવ્ય? અહ કર્મચંડાળતા? ધી ! ધી ! મારી અંદભાગ્યતા? આવા ઉત્તમ સ્ત્રીરત્નને હું તદ્દન અયોગ્ય જ છું. આ પ્રમાણે રાજાને બોલતો દેખી, પાસે રહેલા મનુષ્યોએ પૂછયું. આપ આ શું બોલો છો? રાજાએ કહ્યું કે મારા દુચરિત્રરૂપ ચારથી આજે હું લૂંટાયો છું. વિજ્યસેન રાજાની વાત્સલ્યતાની અવગણના કરી, જયસેનકુમારની મિત્રાઈનો નાશ કર્યો. કલાવતીના પવિત્ર પ્રેમને ઓળખી શકાય નહિ. કુળના કલંકની પરવા ન કરતાં અસંભવનીય દોષની સંભાવના કરી અજ્ઞાન અંધતાથી મારા ઉદયને મેં વિચાર ન કર્યો. આસન્ન પ્રસવવાળી રાણીના ઉપર મેં એવું દુરાચરણ કર્યું છે કે તેવું હું ચિંતવી પણ ન શકે તો કેવી રીતે બોલી શકે ? અપવિત્રતાના ઉકરડા સમાન મારૂં મુખ દેખાડવાને પણ હું અસમર્થ છું. પ્રધાન! મારે માટે શહેરની બહાર ચિતા રચાવો તેમાં પ્રવેશ કરી હું દુરાત્મા, મારા પાપી પ્રાણને ભસ્મીભૂત કરૂં. અકસ્માતું રાજાના મુખથી નીકળતા આ વચન સાંભળી પરિજનો આ શું થયું? રાજા શું કહે છે. તે સંબંધમાં શૂન્ય મનવાળા થઈ પોક મૂકી પ્રધાન રડવા લાગ્યા. થોડા જ વખતમાં રાણીના અમંગળની વાત નગરમાં ફેલાણી, ખરેખર રભસવૃત્તિથી Ro || Ac. Gunratnasun M.S. Jun Gun Aaradhak