________________ સુદર્શના ૨૪રા ઉતાવળથી કરેલા કાર્યનું દુઃખમય પરિણામ હૃદયમાં શલ્ય તુલ્ય સાલે છે. આ જ કારણથી વિચારપૂર્વક કાર્ય કરવા માટે મહાન પુરુષો વારંવાર બોધ આપે છે. લેકે રાજાને ફીટકાર કરવા લાગ્યા. સ્વજન લોકે તેણીના ગુણ સંભારી રડવા લાગ્યા. રાણી ઉપરના આ જુલમથી આખા શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો. રાણીના વિયોગી મનુના આજંદના શબ્દ, નિષ્ફર હૃદયના મનુષ્યને પણ રડાવે તેવા હતા. આથી રાજાને વિશેષ ઉદ્વેગ થયા. રાજા-મંત્રી! શા માટે તમે વાર કરો છો? મારા હૃદયમાં થતી વેદનાથી તમે અજાણ્યા છો, આ કઠોર હૃદય ફૂટતું નથી તેથી તમે મને નિષ્ફર ન સમજશે, મારે માટે ચિંતા તૈયાર કરાવો. રાજાના આ શબ્દો સાંભળી–મંત્રી, સ્વજન અને પ્રજા વર્ગ રૂદન કરતાં રાજાને કહેવા લાગ્યા. દેવ! દાઝયા ઉપર વળી આ ફલ્લો શા માટે પાડો છો? વગર વિચારથી કરાયેલ કાર્યનું વિપરીત પરિણામ તો અનુભવીએ છીએ. તેટલામાં ફરી પાછું તમે આ શું કરવા ધારો છો? ભયભીત અને કાયર મનુષ્ય પૈર્યવાનને શરણે જાય છે જ્યારે તેવા ધીર પુરુષે ઘેર્યા મૂકી દેશે તો, તેવા મનુષ્યોને કોનું શરણુ? કુળનો છેદ કરી શત્રુઓના મનોરથોનું શરણુ નહિ કરે. પ્રજાની પાયમાલી થશે, માટે હે રાજન ! સાવધાન થઈ પ્રજાનું પાલન કરે. A પ્રેમ અને વિનયપૂર્વક ગુણદેષના વિચારવાળાં અનેક વાકથી સમજાવ્યા છતાં રાજાએ ૨૪ર છે Jun Gun Aaradhak True