________________ સુદર્શના 24o | નથી? સર્વ પામ્યા છે, માટે ધીરપણું અવલંબી, અહીં તાપસીઓની સાથે રહી પુત્રનું પાલન કર. કુળપતિએ ધીરજ આપવાથી તેની આજ્ઞા પ્રમાણે તાપસીઓની સાથે રહી કળાવતી એ પુત્રનું પાલન કરવા લાગી. આ તરફ કળાવતીના હાથ કાપીને (કંકણુ–અંગદસહિત) ચંડાળણીએ એકાંતમાં જઈ રાજાને સંખ્યાં. તે અંગદેને બરોબર તપાસતાં તેના ઉપર જયસેનકુમારનું નામ દેખવામાં આવ્યું. તે જોતાં જ રાજા વિચારમાં પડ્યા હા! હા! રસ વૃત્તિથી મેં મોટું અકાર્ય કર્યું મેં કાંઈ પ્રત્યક્ષ જોયું નહિ. સાંભળ્યું નહિ અને સારી રીતે પૂછયું પણ નહિ. હા! હા! કેવળ કુવિકલ્પની કલ્પનાથી રાણીને ફોગટ વિડંબના કરી રાજાએ તત્કાળ ગજ શ્રેષ્ઠીને લાવીને પૂછયું કે દેવશાળપુરથી હમણાં કેઈ આવ્યું છે? શ્રેષ્ઠીએ જવાબ આપ્યો. રાણી કલાવતીને તેડવા માટે કાલે જ પ્રધાન પુરુષો આવ્યા હતા. અવસર ન હોવાથી તેઓ આપને મળી શકયા નથી. રાજાએ તે પુરુષોને તરત બોલાવ્યા અને પૂછયું કે આ અંગદ યુગલ તમે લાવ્યા છો? તેઓએ, કાલે આ સર્વ કલાવતી રાણીને અમે આપી આવ્યા છીએ.” વિગેરે હકીકત જણાવી. ' આ વર્તમાન સાંભળતાં જ અસંખ્ય દુઃખથી પીડાયેલો રાજા આંખ બંધ કરી, પૃથ્વી ઉપર મૂચ્છ ખાઈ પડી ગયો. રાજાને જમીન પર પડ જાણી ત્યાં હાહારવ ઊછળી રહ્યો. ઉપચારથી રાજાને સાવધાન કરતાં ઘણા લાંબા વખતે તે શુદ્ધિમાં આવ્યું. ખેદ પામતે રાજા Jun Gun Aaradhak Ac. Gunratnasuri MS.