________________ -- સુદર્શના કરે છે. અરે ! હાથ વિના પુત્રનું રક્ષણ હું કેવી રીતે કરું? પુત્રના બચાવ માટે છેલ્લો પ્રયોગ અજમાવવા માટે રાણી સંભ્રાંત થઈ આવેશમાં બાલી ઊઠી હે નદી કે વનાદિકની અધિષ્ઠાતા દેવીઓ! દીન વદનવાળી, દુઃખિની, અશરણા અને નિષા આ અબળાના વચનો ઉપર તમે ધ્યાન આપો. જે શિયળવ્રત આ દુનિયામાં સપ્રભાવિક છે અને મેં મન, વચન, શરીરથી ગૃહસ્થ ધર્મને લાયક શિયળવ્રતનું પાલન કર્યું હોય તો દિવ્ય નેત્રવાળી દેવીઓ, મારા પુત્રનું રક્ષણ થાય તેવી જાતની મને મદદ આપો. આ પ્રમાણે નિર્દોષ રાણીના કરુણાજનક શબ્દો સાંભળી, દયાદ્રસિધુ દેવીએ તત્કાળ રાણીની બને ભજાઓ નવી કરી આપી. પોતાની બન્ને ભુજાઓ અખંડ દેખી શિયળને તાત્કાલિક પ્રભાવ જાણી કલાવતીને ઘણો આનંદ થયે. હાથથી બાળકને લઈને ખોળામાં સુવર્યો. હવે હું શું કરું? અહીંથી ક્યાં જાઉં? આ પ્રમાણે રાણી વિચાર કરતી હતી તેવામાં એક તાપસ સન્મુખ આવતો તેણે દીઠે. તે તાપસ કરુણાથી રાણીને પુત્ર સહિત પોતાના આશ્રમતપવનમાં લઈ આવ્યો અને કુળપતિને રાણી સંપી. કુળપતિએ પૂછયું: બાઈ તું કેણુ છે? કાંઈ પણ ઉત્તર ન આપતાં ગદ્ગદિત કંઠે રૂદન કરવા લાગી. કુળપતિએ કહ્યું : પુત્રી ! આ સંસારમાં કાણુ નિરંતર સુખી છે? લક્ષ્મી કોની પાસે અખંડિત રહી છે? પ્રેમ કયા મનુષ્યને સ્થિર રહ્યો છે? કોણ જગતમાં ખલના પામ્યા PAc. Gunratnasuri M.S. 23 | Jun Gun Aaradhak