________________ સુદાન / 233 | સ્ત્રીઓની પહેલી પ્રસૂતિ (સુવાવડ) પિતાને ઘેર થવી જોઈએ, એમ ધારી વિજયસેન રાજાએ કળાવતીને તેડવા નિમિત્તે પ્રધાન પુરુષોને શંખપુર મોકલ્યા. તે પુરુષોની સાથે બાજુબંધ, ઉત્તમ વસ્ત્ર અને આભરણો વિગેરે રાજા-રાણીને લાયક ઉત્તમ ભેટો જયસેનકુમારે મોકલાવી હતી. આ રાજપુરૂષોએ શંખપુરમાં આવીને ગજશ્રેષ્ઠીને ઘેર ઉતારે લીધો, અને દત્તને સાથે લઈનેપ્રબળ ઉત્કંઠાથી કળાવતીને મળવા માટે દેવયોગે પ્રથમ કળાવતીને મહેલે ગયા. રાજપુરુષોએ ઘણા હર્ષથી કળાવતીને નમસ્કાર કર્યા. લાવેલ ભેટો કળાવતીને દેખાડી. ઘણા વખતે પિતૃકુળ તરફથી પ્રવૃત્તિ મળવાથી તેને ઘણો આનંદ થયે. તમને સ્વાગત છે? પિતાજીને કુશળ છે? માતાજી નિરોગી છે? મારો ભાઈ ખુશી મઝામાં છે? વિગેરે પ્રશ્નો કળાવતીએ રાજપુરુષોને કર્યો. - તેના ઉત્તરમાં–તમને મળવાને ઉત્કંઠિત થયેલા સર્વને કુશળ છે. વિશેષમાં આ અંગદ-યુગલ જયસેનકુમારને અતિવલ્લભ હતું. પોતાની સ્ત્રી માટે દત્ત માગ્યું હતું પણું કુમારે તેને આપ્યું ન હતું તે શંખરાજાને યોગ્ય જાણી ભેટ મોકલાવ્યું છે. કળાવતીએ તરત જ લીધાં અને હું જ રાજાને આપીશ. હવે પૂર્ણ માસ થઈ ગયા છે માટે મારાથી નહિં અવાય માતા, પિતા, ભાઈ આદિને મારાં પાયે લાગણી અને પ્રમાણુ કહેજો વિગેરે કહી સન્માન કરી રાજપુરુષોને રાણીએ વિદાય કર્યા. ભાઈના સ્નેહથી તે અંગદ યુગલ કલાવતીએ ભુજામાં પહેર્યા. તપાસ કરતાં તે ઘણાં 233 ] Jun Gun Aardha P.P. Ac. Gunratnasuri MS.