________________ - સુદના - 234 n જ શોભનીક લાગવા માંડયાં. આ અવસરે રાણીના નિવાસગ્રહની નજીક શંખરાજા આવી પહોંચ્યો. હર્ષની ઉત્કર્ષતાવાળાં રાણીના શબ્દો સાંભળી રાજા ત્યાં ઊભે રહ્યો અને ગોખના જાળાંતરમાંથી અંદર જોવા લાગ્યો કે રાણીને આટલા બધા આનંદનું કારણ શું છે? રાજાની દષ્ટિ આ આશ્ચર્યકારી અંગદના ઉપર પડી. રાણીનો સખીઓ સાથે શું વાર્તાલાપ થાય છે તે ગુપ્તપણે સાંભળવા લાગ્યો. રાણી પિતાના ભાઈ જયકુમારનું નામ લીધા સિવાય દૈવયોગે મધમપણે બાલવા લાગી. સખીઓ ! આ અંગદ દેખવાથી મારાં ને અમૃતરસથી સીંચાયા હોય તેમ આહલાદિત થાય છે. વધારે શું કહું? આ દેખવાથી જાણે સાક્ષાત તેને દેખ્યો હોય નહિ તેમ મને આનંદ થાય છે. આ અંગદ ગજ શ્રેષ્ઠીના પુત્ર દત્તે માગ્યાં છતાં તેને પણ ન આપ્યાં. તે મારા પ્રાણથી વહાલો નિરંતર જીવતા રહો. સખીઓ બોલી. બાઈ સાહેબ! તમે પણ તેમના સ્નેહના સર્વસ્વલ્ય છે એટલે આ અંગદ તમને મોકલાવે તેમાં આશ્ચર્ય શાનું? આ પ્રમાણે કેઈનું નામ લીધા સિવાય રાણીના મુખથી નીકળેલા શબ્દો સાંભળીને રાજા તત્કાળ કુવિકલ્પરૂપ સર્ષથી ડસાયો હોય તેમ ક્રોધરૂપ ઝેરથી વ્યાપ્ત થઈ વિચાર કરવા લાગ્યો. Ae Gunratnas હા ! હા ! હૃદયને આનંદ આપનાર હું તેણીનો પતિ નથી પણ બીજો કોઈ પુરુષ Jun Gun Aaradhak | 20 ||