________________ સુદર્શન ર૩ર.. કલાવતી માટે પોતાના પ્રાણ અર્પણ કરવા પડે છે તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. ટંકામાં કહીએ તો રાજાને કલાવતી ઉપર એટલો નેહ હતો કે તેના સિવાય તે શરીરથી કાંઈ પણ કાર્ય કરતો હતો અને તેનું મન કલાવતીમાં જ રહેતું હતું. આખું અંતેઉર કલાવતીમય અનુભવાતું હતું અને સ્વપ્નાં પણ કલાવતીનાં આવતાં હતાં. કળાવતી તનુ બંગી (નાના શરીરવાળી) કહેવાતી હતી તથાપિ તેણીએ રાજાનું વિશાળ હૃદય ઘેરી લીધું હતું કે બીજી રાણીઓને તેના હૃદયમાં જરામાત્ર માર્ગ મળતો નહોતો. પિતાના પતિને આટલો બધો સ્નેહ પિતા ઉપર હોવા છતાં કોઈના પર દ્વેષ, ઇર્ષા કે કોઈના અવર્ણવાદ બલવાનું તે શીખી જ નહોતી. અસત્ય બોલવાનું તે સમજતી જ નહોતી. જરાપણ ગર્વ કરતી નહોતી પણ પતિની ભક્તિ, ઘેર આવ્યાની પ્રતિપત્તિ, ચાકર વર્ગની ઉચિતતા, દુઃખિયાની દયા, અને પતિઅનુયાયિતામાં તે તત્પર રહેતી હતી. તેનામાં રૂપાદિ અનુપમ ગુણો હોવા છતાં મન, વચન, કાયાથી એવી રીતે દઢ શિયળ પાળતી હતી કે દેવોને પણ આશ્ચર્ય ઉત્પન્ન થતું. એક દિવસે તેણી શાંત નિદ્રામાં સૂતી હતી તે અવસરે સ્વપ્નમાં પોતાના ખોળામાં કંચનને કળશ દેખ્યો. સ્વપ્ન દેખી જાગૃત થઈ સ્વપ્ન રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું-ઉત્તમ ગુણવાનું પુત્રની પ્રાપ્તિ થશે. તે સાંભળીને ઘણો હર્ષ થયો. તે જ દિવસથી રાણીને ગર્ભ રહ્યો. પ્રશસ્ત દોહદો ઉત્પન્ન થવાપૂર્વક ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. || 232 Jun Gun Aaradnak