________________ સુદર્શના # 23 | શંખપુર તરફ અકસ્માતું મોટું સૈન્ય આવતું જાણી, સંગ્રામ માટે નાના પ્રકારની સામગ્રી તૈયાર થવા લાગી. એ અવસરે દત્ત શ્રેષ્ઠીએ આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! અકાળે આ આરંભ શા માટે? આ તે હર્ષનું સ્થાન છે. આપની હૃદયમાં વસેલી રાજકુમારીની મૂર્તિ તે પ્રગટ સાક્ષાતુરૂપે સન્મુખ આવે છે. વિજયકુમાર તે રત્ન આપને સોંપવા આવે છે. આ વર્તમાન સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. સવણની જિહવા અને શરીર પરનાં તમામ અલંકારો દત્તને આપી રાજાએ કહ્યું: દત્ત! આ દુર્ઘટ કાર્ય તેં કેવી રીતે સુઘટિત કર્યું? દત્તે જરા હસીને જણાવ્યું–દેવ ! આપના પુન્યને અચિંત્ય મહિમા છે. બીજા મનુષ્પો નિમિત્ત માત્ર છે. રાજાએ મહોચ્છવપૂર્વક જયકુમારાદિને શહેરમાં પ્રવેશ કરાવ્યો અને શુભ મુહૂર્ત રાજા સાથે કળાવતીનું પાણિગ્રહણ થયું. જયકુમારને સ્નેહથી કેટલાક દિવસ રાખી તેના દેશ તરફ વિદાય કર્યો. શંખ રાજા અનુદ્ધિગ્નપણે કલાવતી સાથે સુખ વિભવ ભોગવવા લાગે. વિચક્ષણું - કળાવતીના પ્રેમપાશમાં પડેલે રાજા, તેના સિવાય દુનિયામાં સુખ જ નથી તેમ માનવા લાગ્યા. તેને દેખે ત્યારે જ તે શાંતિ પામતો હતો. કલાવતી સિવાય સભામાં બેસવું તેટલા વખતને તે બંધીબાનું માનતો હતો. રાણીના સિવાય અશ્વાદિ ખેલવાને વખત ઠરૂપ માનતા હતા. 23 Jun Gun Aaradhak Ac. Gunratnasuri M.S.