________________ સુદર્શના I 225 { દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શિયળ હોય છે. જે ગૃહસ્થ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકતા નથી, તેઓએ તેની અમુક મર્યાદા કરવી જોઈએ. નિર્મર્યાદાપણે વીર્યશક્તિને નાશ કરવાથી અમૂલ્ય શક્તિને નાશ થાય છે. વીર્ય શરીરને રાજા છે. તેને ક્ષય થવાથી શારીરિકશક્તિ. વિચારશક્તિ, સ્મરણશક્તિ વિગેરેને નાશ થાય છે. શારીરિક તેજ, બળ, કાન્તિ, ઉત્સાહ અને ઘેર્યાદિ ગુણ પ્રબળ વીર્યશક્તિને આભારી છે. આળસ, પ્રમાદ, નિર્બળતા અને વિવિધ પ્રકારના વ્યાધિઓ, તે શિયળ ગુણની હાનિના પરિણામ છે. આસનની સ્થિરતા, મનની એકાગ્રતા અને ધ્યાનને જમાવ આ સર્વેમાં વીર્યશક્તિ પૂર્ણ મદદગાર છે. પ્રબળ શિયળ ગુણથી ભૂત, વ્યંતર, ડાકણ, શાકણ, સર્પ, સિંહ, વાઘ, વરૂ, ઈત્યાદિ ક્ષુદ્ર પ્રાણીઓ ઉપદ્રવ કરી શકતાં નથી પણ ઊલટા દેવાદિ મદદગાર થાય છે. શિયળ ગુણવાનું મનુષ્ય, જાતિ, કુળ, બળ, રૂ૫, શ્રત, વિદ્યા, વિજ્ઞાન અને લક્ષ્મીરહિત હોય તથાપિ સર્વત્ર પૂજનિક થાય છે, પણ શિયળથી ભ્રષ્ટ થયેલા મનુષ્ય ઉત્તમ જાતિ આદિ સહિત હોય તથાપિ કઈ રસ્થળે માન પામતા નથી, શિયળથી ઉત્તમ કુળની પ્રાપ્તિ થાય છે પણ કુળથી શિયળ પ્રગટ થતું નથી. તેથી શિવસુખના કારણરૂપ શિયળમાં આદર કરવો જોઈએ. સંયમમાગને આશ્રય કરનાર મનુષ્યએ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. તેમ જ ઉત્સગ માગે ગૃહોએ પણ નિર્મળ શિયળ પાળવું, તેમ ન બની શકે તે પર્વ દિવસોમાં P.P.Ad Gunratnasuri M.. છે | 25 Jun Gun Aaradhak