________________ સુદર્શના 226 તેમ જ મહિનાના અમુક દિવસોમાં દઢ શિયળ પાળવું, અને પુરુષોએ પરસ્ત્રીઓને તેમ જ સ્ત્રીઓએ પરપુરુષને સર્વથા ત્યાગ કરવો. આ પ્રમાણે વર્તન કરનાર દઢ, પરાક્રમી, લઘુકમ અને પવિત્ર શિયળવાળા પુન્યવાનું જીવો કળાવતીની માફક મહાનું કીત્તિ અને સદ્ગતિને પામે છે. કળાવતી આ ભરતવર્ષના લક્ષ્મીગ્રહ સમાન મંગળ દેશમાં શંખની માફક ઉજજવળ ગુણવાળા મનુષ્યોના સમુદાયવાળું શંખપુર નામનું નગર હતું. પ્રબળ પ્રતાપી શંખરાજા તે નગરનું પાલન કરતો હતો. એક દિવસે રાજા સભામાં બેઠે હતો, તે અવસરે ગજશ્રેણીને પુત્ર દત્ત સભામાં આવ્યો. રાજાને નમસ્કાર કરી ઉચિત સ્થાનકે બેઠે. રાજાએ કહ્યું-દત્ત ! આજે ઘણે દિવસે તું કયાંથી આવ્યો ? દત્ત કહ્યું –મહારાજા ! હું વ્યાપારાર્થે પરદેશ ગયો હતો. રાજા–પરદેશમાં ફરતાં કાંઈપણ નવીન આશ્ચર્ય દીઠું ? દત્ત-મહારાજા ! હ’ ફરતો ફરતે વિશાલપુરે ગયો હતો ત્યાં મેં એક આશ્ચર્ય દીઠું છે પણ તે વચનથી કહી શકતો નથી. એમ કહી એક ચિત્રપટ રાજાના હાથમાં આપ્યો. Jun Gun Aaradhak પાપ તા!