________________ સુદર્શન // 223 | દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી કાંપીલ્યપુરમાં મહદ્ધિક શ્રાવકને ઘેર પુત્રપણે જન્મ પામ્યા. ત્યાં પણ ઉત્તમ રીતે ગૃહસ્થ ધર્મ પાલન કરી અમ્રુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયો. સુપાત્ર દાન સંબંધી પુન્યાનુબંધી પુણ્ય અને વિરતિવાળા ગૃહસ્થ ધર્મના પાલનથી તે જિનદાસ અહીં વીરભદ્રપણે જન્મ પામ્યો છે. પોતાના પૂર્વજન્મની શરૂઆતનું વર્ણન અરનાથ તીર્થકર કરતા હતા એ અવસરે વીરભદ્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તીર્થકરના મુખથી પિતાને પૂર્વજન્મ સાંભળી વીરભદ્રને ઊહાપોહ કરતાં જાતિસ્મરણુજ્ઞાન ત્યાંજ ઉત્પન્ન થયું. ધર્મ ક્રિયાના ઉપકારનું સ્મરણ થતાં તરત જ તેણે ગૃહસ્થ ધર્મનો આશ્રય કર્યો. અર્થાત ગૃહસ્થધર્મને સ્વીકાર કર્યો. વર્તમાન કાળની યોગ્યતા કે ઉત્સાહાનુસાર ધર્મ-વ્રતાદિ ગ્રહણ કરી, તીર્થકરદેવના ઉપકારનું સ્મરણ કરતો વીરભદ્ર શહેરમાં આવ્યો. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. શ્વસુર વર્ગને પૂછી વીરભદ્ર પિતાના માતા, પિતાને મળવાને માટે તૈયારી કરવા લાગ્યો. વિદ્યાના બળથી વિમાન બનાવી, ત્રણે સ્ત્રીઓ સહિત વિમાનમાં બેસી તામ્રલિપ્તિમાં આવ્યો. માતાપિતાને પગે પડી પ્રમાદિત કર્યા. શહેરના લોકેને આનંદ થયો. પૂર્વજન્મ સંચિત પુન્યને ઉપભોગ કરી છેવટે સંયમ સામ્રાજ્ય અંગીકાર કર્યું. નિરતિચાર ચારિત્ર પાળી વીરભદ્ર સુરલોકમાં ગયો. ત્યાંથી ચાવી મનુષ્ય જન્મ પામી નિર્વાણપદ પામશે. Jun Gun Aaradhak } P.P.Ac. Gunratnasuri M.S. I 223 ||