________________ સુદર્શના 222 II સન્મુખ ગયો. ત્રણ પ્રદક્ષિણા કરી, વિશુદ્ધ ભાવે વંદન કરી, નિધાનની માફક તે મુનિને પિતાને ઘેર લઈ આવ્યો. સર્વ પરિવાર સહિત ફરી વંદના કરી તે શ્રાવક વિચાર કરવા લાગ્યો. અહા ! હું ધનભાગ્ય છું. મારે ઘેર આજે કલ્પવૃક્ષ ફલ્યો. આજે મારે હાથ ચિંતામણિરત્ન ચડી આવ્યું. નિર્દોષ આહાર, પાણી આદિથી આ મહામુનિને પ્રતિભાભી જન્મ, જીવિતવ્ય અને ધનને હું આજે સફલ કરીશ. પ્રતિલાલવાના વિચારથી આનંદ થયે. દાન આપતાં તેથી વિશેષ આનંદ થયો. આનંદથી શરીર પર રોમાંચ પ્રફુલ્લિત થયાં. દાન આપ્યા પછી તેથી વિશેષ આનંદ થયો અને પોતાને કૃતાર્થ માનવા લાગ્યો. ' આ પ્રમાણે દાયક અને ગ્રાહક શુદ્ધિના પ્રભાવથી પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવોએ સુગંધી પાણી, પાંચ વર્ણનાં પુષ્પ, સુવર્ણ અને દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને અહે દાન! ઈત્યાદિ ઉદૂષણ કરી. વિસ્મય પામી રાજા પ્રમુખ નગરના લોકો ત્યાં એકઠા થયા. જિનદાસની ઘણી પ્રશંસા કરી. પાત્ર અને પરિણામની પ્રબળતાના પ્રમાણમાં જિનદાસ શ્રેષ્ઠીએ દેવલોકનું આયુષ્ય બાંધ્યું–સંસાર પરિમિત કર્યો. ધનપતિ શ્રમણ પણ વીશ સ્થાનકમાંથી કેટલાંક સ્થાનકનું આરાધન કરી, તીર્થંકરનામકમ બાંધી નવમ ગ્રેવેયકે મહર્દિક દેવપણે ઉત્પન્ન થયો. દેવાયુષ્ય પૂર્ણ કરી અહીં અરનાથ તીર્થંકરપણે Aહુ હાલ વિચારું છું. જિનદાસ શ્રેષ્ઠી ગૃહસ્થધર્મ પાલન કરી, મરણ પામી, બ્રહ્મદેવલોકે મહર્દિક | 222 IL Jun Gun Aaradhak Th