________________ સુદર્શન | 218i + 218 પામી કુતૂહલથી વામનરૂપ ધારણ કરી વીરભદ્ર યથા ઇચ્છાએ શહેરમાં ફરવા લાગ્યો. પોતાના અભિનવ વિજ્ઞાનથી લોકોને રંજન કરતાં ઉત્તમ મનુષ્ય તરફથી પણ સન્માન પામ્યા. અનેક કળામાં પ્રવીણતા સાંભળી, આ શહેરના ઈશાનચંદ્ર રાજાએ વીરભદ્રને ગૌરવપૂર્વક બોલાવી પિતાની પાસે રાખે. એક દિવસ ઈશાનચંદ્ર રાજાને સમાચાર મળ્યા કે-આપણા શહેરમાં સંયતિને ઉપાશ્રય અપ્સરાની માફક રૂપવાન ત્રણ તણીઓ આવી રહી છે. તેઓ કોઈપણ પુરુષને સંસર્ગ કરતી નથી. કોઈ પુરુષ સાથે બોલતી નથી અને દૃષ્ટિથી પણ અન્ય પુરુષને જોતી નથી. કેવળ ઉદાસીનપણે ધર્મધ્યાનમાં તત્પર રહે છે. ઈશાનચંદ્ર રાજાએ વામણને કહ્યું–ભદ્ર ! તું એ કાંઈ ઉપાય કર કે તે સ્ત્રીઓ સર્વ સાથે બોલવાનું કરી આનંદમાં રહે. વીરભદ્રે કહ્યું-સ્વામિન! હે તે સ્ત્રીઓને બોલાવીશ. આ પ્રમાણે કહી તે વામન, શ્રમણીના પ્રતિશય બહાર ઊભે રહ્યો. બીજા પુરુષ સાથે તેણે સંકેત કર્યો કે તમે કાંઈ વાતો કહેવા માટે પ્રેરણા કરશે. ત્યાર પછી તે શ્રમણીના ઉપાશ્રયની અંદર આવ્યો. શ્રમણીને વંદના કરી સુખશાંતિ પછી વીરભદ્ર બહાર મંડપ નજીક જઈ બેઠો. પર્વના સંકેત પ્રમાણે તેના મિત્રોએ નવીન વાર્તા કહેવા માટે આગ્રહ કર્યો. આ વામણે નવીન કથા શું કહેશે ? તે તરફ કાન આપી કેટલેક દૂર આ ત્રણે સ્ત્રીઓ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tree