________________ ને ૨૧ના શહેરમાં તમારા સસરા શ્રેષ્ઠીને ઘેર છે. તે સાંભળી તેને સંતોષ થયો. એક દિવસ આકાશમાગે અનેક વિદ્યાધરને જતા દેખી પોતાની પત્ની રત્નપ્રભાને પૂછયું કે, આ વિદ્યાધરો સર્વે કયાં જાય છે? તેણીએ જણાવ્યું–પ્રિય! સિદ્ધાયતનની યાત્રાર્થે આ સર્વે જાય છે. તે સાંભળી વીરભદ્રની પણ ઇચ્છા ત્યાં જવા થઈ. પતિની ઈચ્છાનુસાર રત્નપ્રભાએ વિમાન તૈયાર કરાવ્યું. તેમાં બેસી દંપતિ વિદ્યાધરની સાથે સિદ્ધાયતને ગયાં. ત્યાં શાશ્વત પ્રતિમાઓને ભાવથી વંદન કર્યું. એ અવસરે તેને સસરા રતિવલ્લભ પણ યાત્રા ત્યાં આવ્યો. પોતાની પુત્રી તથા જમાઈને પ્રભુદર્શન કરતા દેખી તેને ઘણે સંતોષ થયો. હર્ષથી વીરભદ્રને પાઠસિદ્ધ અનેક વિદ્યાઓ આપી. એક દિવસ ક્રીડા કરવાના બહાનાથી ફરતાં ફરતાં વીરભદ્ર, રત્નપ્રભા સાથે પશિનીખંડ શહેરમાં (અહી) આવ્યો. સાધ્વીજીના ઉપાશ્રય નજીક રત્નપ્રભાને મૂકીને ત્યાંથી તે ચાલ્યા ગયા. વીરભદ્રને ન દેખવાથી રત્નપ્રભા રુદન કરવા લાગી. તે સાંભળી કરુણાથી સુવ્રતા સાધ્વીજી બહાર આવ્યાં અને તેણીને ધીરજ આપી. તે પણ સુવ્રતા સાધ્વીજીની વસ્તીમાં આવી રહી ત્યાં પ્રિયદર્શીના અને અનંગસંદરીને મેળાપ થયે. તેઓની આગળ પિતાને પતિવિયોગને વૃત્તાંત જણાવ્યું. છેવટે ધર્મકર્મમાં તત્પર થઈને તે પણ ત્યાં રહી. પિતાની ત્રણે પત્નીઓ અહીં પરસ્પર પ્રેમ ધારણ કરતી રહી છે તેમ જાણી સંતોષ El Ac. Gunratnasuri MLS Rડ | 217I.