________________ સુદર્શના છે. I 20e એ અવસરે તે શહેરને નિવાસી સાગરદત્ત શ્રેષ્ઠી એક વામણા માણસની સાથે સમવસરણમાં આવ્યા. પ્રભુ આદિને વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. દેશના પૂર્ણ થયા બાદ ગુરુશ્રીને વંદન કરી તે શ્રેષ્ઠીએ જણાવ્યું કે કૃપાળુ દેવ ! માનસિક દુઃખથી હું બહુ દુઃખી છું. આપ મારે સંશય દૂર કરી મને શાંત કરે. આ૫ જ્ઞાની ! છો; તથાપિ મારા સંશયનું મૂળ વૃત્તાંત હું આપની પાસે પ્રથમથી નિવેદન કરું છું. * પ્રભુ ! જિનમતી નામની પત્નીથી ઉત્પન્ન થયેલી પ્રિયદર્શના નામની મારે પુત્રી છે. સર્વ કળામાં કુશળ, મહારૂપવાન તે પુત્રી અનુક્રમે યુવાવસ્થા પામી. પુત્રીને લાયક પતિની અપ્રાપ્તિથી મને ઘણે ખેદ થયો. મને દુ:ખી દેખી મારી પત્નીએ ખેદનું કારણ પૂછયું. મેં યથાસ્થિત જણવ્યાથી તેણીએ કહ્યું કે પાછળથી આપણને પશ્ચાત્તાપ ન થાય તેવો લાયક પતિ પુત્રી માટે શોધજે. - પુત્રી માટે હું ચિંતામાં હતા તે અવસરે તામ્રલિપ્તિ નગરીને નિવાસી કષભદત્ત સાર્થવાહ મારી કાન પર આવ્યા, એક તે સાધર્મી અને વળી સમૃદ્ધિવાનું જાણી તેની સાથે મારે પ્રીતિ બંધાણી. એક દિવસ મારી પુત્રી પ્રિયદર્શનાને દેખી તે સાર્થવાહે જણાવ્યું. મિત્ર ! નિરુપમ પાદિ ગુણવાન, ગંધર્વ, કાવ્ય અને ગુટિકાદિ પ્રયોગમાં પ્રતિષ્ઠા પામેલ વીરભદ્ર નામને મારે પત્ર છે. તેને લાયક કન્યાની શોધમાં હું કરતો હતો તેવામાં તમારી કન્યા મારા દેખવામાં આવી. | 20 || GunratnasuS Jun Gun Aaradinak