________________ સ્થાનકે પણ તેઓ નિરાશા અને સંખ્યાબંધ પરાભવ પામી પગલે પગલે નિંદાય છે. તંબોળ, આભરણ અને વસ્ત્રાદિવાળા ઉત્તમ વિલાસ સંપત્તિ તો દૂર રહે પણ પોતાનું પેટ ભરવાની સુદર્શનાએ ચિંતા સુદ્ધાં તેઓને છોડતી નથી–મટતી નથી. માટે ગૃહસ્થોએ સંપત્તિ અનુસાર ડામાં થોડું પણ દાન આપવું. / 208 in ફ તવજ્ઞાનની સંપત્તિવાળા મહાત્માઓને ભક્તિપૂર્વક જેઓ ઉચિત દાન આપે છે તેઓ વીરભદ્રની માફક નાના પ્રકારની સંપદા પામે છે. વીરભદ્ર કુરદેશમાં તિલક સમાન પદ્મખંડ નામનું નગર નાના પ્રકારની વિભૂતિથી શોભી રહ્યું હતું. પશ્ચિમ દિશામાં આમ્રની ઘટાવાળું સહસ્રામ નામનું વન પ્રાણીઓના તાપને દૂર કરી - શીતળતા પ્રસારતું હતું. એક દિવસ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને દેશના જળથી શાંત કરવા અરનાથ નામના તીર્થકર મનુષ્યના સદ્દભાગ્યે તે વનમાં આવીને સમવસર્યા. જન્મ, મરણના તાપથી ખેદ પામેલા જીવોને શાંત કરવા માટે તે કરણાસમદ્ર પ્રભુએ એક પહેર પર્વત ધર્મદેશનાની વૃષ્ટિ કરી. તીર્થંકરની દેશના પછી ગુરુદેવનું અનુકરણ કરતા હોય તેમ સિદ્ધાંત અમૃતના કુંભ સમાન કુંભનામના ગણધરે દેશના આપવી શરૂ કરી. તે 208 Ac Gerratnasun MS Jun Gun Aaradhak