________________ સુદર્શન આ 207 ના બાંધવ, પુત્ર, કલત્ર, અને સ્વજન વર્ગ સર્વ રસ્નેહી થાય છે. જિનભુવન, જિનબિંબ, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સાત ક્ષેત્રે કહેવાય છે. તે સાત ક્ષેત્રમાં પોતાની ઉત્તમ કમાઈની મિલકતને સદુપયોગ કરવો. જ્ઞાન અને જિનભુવન યા પ્રતિમાજી અન્ય જીવોને ઉપકારી છે. તે જેવી રીતે અન્ય જીવોને ઉપકારક થાય તેવી રીતે તેમાં દ્રવ્ય ખરચવું. સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા તેઓમાં સાધુ સાધ્વી સ્વ–પર ઉપકારી છે તેઓ વિના હરકતે નિર્દોષ ચારિત્ર પાળી શકે અને જ્ઞાનધ્યાનમાં આગળ વધી શકે તેવી રીતે તેમને યોગ્ય મદદ આપવી. શ્રાવક શ્રાવિકાઓ ધર્મમાં સ્થિર થાય, સદાય નહિ, તેમ તેમને યોગ્યતા અને જરૂર પ્રમાણે મદદ આપવી, શ્રાવક શ્રાવિકાનો અર્થ–સ્વધર્મ પાળનાર સ્ત્રી, પુરુષ એ થાય છે. તેમાં નાત જાતને તફાવત ગણવામાં આવતો નથી. ગમે તે જાતના મનુષ્ય જિનધર્મ પાળી શકે છે. તે સ્વધર્મ પાળનારને યથાયોગ્ય મદદ આપી ધર્મમાં સ્થિર કરવા-આ સાત ક્ષેત્રોમાં દ્રવ્યનો સદ્વ્યય કરવાથી દેવાદિભવ પામવા સાથે અનુક્રમે તેઓ આત્મિક સુખ પણ પામે છે. પિતાની શક્તિ છતાં પણ જેઓ યોગ્ય પાત્રમાં દાન આપતા નથી તેઓ પરોપકાર કે ગુણાનુરાગમાં પાછળ પડેલ હોવાથી ધનવંત પુરુષોની તહેનાતમાં મીઠાં વચનરૂપ બિરદાવળી બોલનારા, તેમ જ પારકી નોકરી કરી દુ:ખે પિતાને નિર્વાહ કરનારા થાય છે. નિત્ય ઓચ્છવવાળા II 207 { Jun Gun Aaradhak Trust P.P Ac. Gunratnasuri MS.