________________ સુદર્શના / 206 | જે હાનિ થાય છે તે અપેક્ષાનો વિચાર કરવામાં આવે તે સદોષ આહાર, પાણી ઔષધાદિકનો દોષ તેઓની પાસે થડે છે. શરીર નિરોગી થતાં, જ્ઞાન, ધ્યાનનો વિશેષ વધારે થાય છે. અનેક જીવોને ઉપકાર થાય છે. પ્રાયશ્ચિત્તાદિથી સદોષ આહારાદિની વિશુદ્ધિ થાય છે અને કર્મની નિર્જરા પણ મેળવી શકાય છે. ગૃહસ્થીએ અનુકંપાદાન પણ આવવું જોઈએ. મહાન પુરુષોએ આ માર્ગની શરૂઆત પણ વાર્ષિક દાનના પ્રસંગે કરી છે. સુધા, તૃષાથી પીડાયેલા, દીન, દુ:ખિયા, અપંગ, લાચાર અને વૃદ્ધ-અશક્ત જીવોને જે દાન આપવું તે અનુકંપાદાન કહેવાય છે. તેમજ ગમે તે દર્શનના ભિક્ષુઓ, ત્યાગીઓ, પિતાને દ્વારે યાચના કરવા આવે તો તેને પણ યથાશક્તિ દાન આપવું તે પણ અનુકંપા દાન કહેવાય છે. શાસનની પ્રશંસા માટે યા લઘુતા ન થાય તે માટે, યા લઘુતા દૂર કરવા માટે જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે. - ધર્મબુદ્ધિથી ઉત્તમ પાત્રોને દાન આપતાં કર્મની નિર્જરા થાય છે. તે જ દાન કણબુદ્ધિથી આપતા ધનાદિ ઋદ્ધિને માટે થાય છે. પ્રવચનની પ્રભાવનાને અર્થે અપાયેલું ? દાન પુન્યને અર્થ થાય છે. વધારે શું કહેવું? જાતિ, કુળ, શીળ, શ્રત, બળ, રૂપ, ગુણ અને કલાદિ રહિત મનુષ્ય હોય તથાપિ સુપાત્ર દાન આપનાર હોય તો તે દેવને પણ સ્તવનીય થાય છે. પ્રશંસાપાત્ર થાય છે અને શત્રુઓ પણ મિત્ર થાય છે. દાનવીર મનુષ્યના શત્રુ. મિત્ર, Jun Gun Aaradhak ' // 206 i Ac Gunratnasuri M.S.