________________ સુદર્શના | 205] ઘત દાનના પ્રભાવથી જગન્નાથ ઋષભદેવ પ્રભુ તીર્થંકર પદ પામ્યા, ઉત્તમ મુનિઓને અન્ન પાન લાવી આપી ભક્તિ કરનાર, ભરત ક્ષેત્રને અધિપતિ ભરત રાજા ચક્રવતી પદ પામ્યા. જે મહાત્માઓનાં દર્શન કરવાથી જ દિવસનું કરેલ પાપ નાશ થાય છે, તે મહાત્માઓને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ કેમ ન થાય? તે ક્ષેત્રે મહાનું પવિત્ર ગણાય છે કે જ્યાં સમભાવવાળા પવિત્ર મહાત્માઓ વિચરી રહ્યા છે, ત્યાગી મહાત્માઓ સિવાય ગૃહસ્થ ધર્મ કે ઈપણ રીતે ઉચ્ચ સ્થિતિમાં આવી શકતો નથી માટે જ ઉક્ત મહાત્માઓને સર્વ પ્રયત્ન નિરંતર છે દાન આપવું. ગૃહસ્થાઓ સાથે દેશ-કાળને પણ વિચાર કરે તે વધારે ઉપયોગી છે, જેમ કે દુર્ભિક્ષ દેશભંગ, લાંબો પંથ, અટવી કે બીમારી આદિના સંકટમાં આવી પડેલા મહાત્માઓને અવસર ઉચિત દોષવાળા પણ આહાર આદિ આપે છે તે પ્રસંગને લઈને સદોષ આહાર આપવાથી પણ ઘણે લાભ અને અલ્પ હાનિ થાય છે. મહાન પુરુષની આજ્ઞા છે કે-શરીરને નિર્વાહ થતો હોય અને જ્ઞાન, ધ્યાનાદિકની હાની ન થતી હોય તો મુનિઓએ સદોષ આહારાદિ ન લેવાં પણ શિ નિર્વાહના અભાવે અને રોગાદિ પ્રબળ કારણે સદોષ આહારાદિ લેવાં તે પરિણામની વિશુદ્ધિને લઈને હિતકારી ફાયદારૂપ થાય છે, કેમકે આહારાદિ સામાન્ય કારણને લઈ શરીરનો નાશ કરવામાં આવે અથવા લાંબા કાળ પર્યત રોગી અવસ્થા અનુભવવામાં આવે, તે વખતે જ્ઞાન, ધ્યાનની ઉE ઉચિત દોષવાળ અને અ૫ હાનિ થાય છે તે મુનિઓએ સદોમ II 205