________________ સુદર્શના | ૨૦જા છે ગ્રાહ્ય વાક્ય, દાન આપ્યા પહેલાં કે પછી સાધુ નિમિત્તે દેષ નહિ લગાડનાર, મદ રહિત ઇત્યાદિ ગુણવાન ગૃહસ્થી દાતા, ચારિત્રના પિષણ નિમિત્ત અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ કલ્પે તેવાં નિગ્રંથ મહાત્માને આપે તે દાન દાયક શુદ્ધ કહેવાય છે. ગ્રાહક શુદ્ધ-પાંચ મહાવ્રત-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ ઈત્યાદિ મૂળ ગુણ, ક્રિયાકાંડાદિ ઉત્તર ગુણ, પાંચ, સમિતિ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ક્ષમાવાનું , ઇંદ્રિયોને વિજય કરનાર, સદા શાંત સ્વભાવી, ગુરુકુળવાસ સેવનાર અને નિરીહ ચિત્તવાળા મહાત્મા મુનિઓ, સંયમના નિર્વાહ યા પિષણ નિમિત્તે દાન ગ્રહણ કરે તે દાન ગ્રાહક શુદ્ધ કહેવાય છે. " કાળ શુદ્ધ-કાળે–અવસરે કરેલું કૃષિકર્મ (ખેતી) જેમ ફળદાયક થાય છે તેમ મહાત્માઓને ઉપકાર કરનારું દાન જરૂરીયાતવાળાને પ્રસંગે અવસરે આપવાથી ઉપકારક થાય છે, તે દાન કાળ શુદ્ધ કહેવાય છે. ભાવ શુદ્ધ-પૂર્વોક્ત ગુણયુક્ત દાતા, કોઈ પણ જાતની વ્યવહારિક કે પૌગલિક સુખની આશા સિવાય, પરમાર્થબુદ્ધિયી દાન આપે, દાન આપતાં હર્ષથી રોમાંચિત થાય, દાન આપ્યા પછી પિતાને કૃતાર્થ માને તે દાન ભાવ વિશુદ્ધ કહેવાય છે. સુપાત્ર દાનના પ્રભાવથી તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ કે મંડલિકાદિ મહાન પદને ભક્તા મનુષ્ય થાય છે. 204 II R AC, Gunratnasur M.S. * Jun Gun Aaradhak Trust