________________ = સુદર્શના ત્ર 20 || તમારી કન્યા સર્વ પ્રકારે મારા પુત્રને યોગ્ય છે. બન્નેને સંબંધ થાય તે અનુકૂળ સંગ બની આવે. સાર્થવાહનું વચન મેં માન્ય કરવાથી તેને ઘણો સંતાપ થશે. તે તામ્રલિસિ ગયે. અને મોટા સમુદાય સાથે વિવાહ માટે વીરભદ્રને મારે ત્યાં મોકલ્યો. વીરભદ્રના ગુણાદિથી. અમને સંતોષ થયે. શુભ મુહર્તી મહોત્સવપૂર્વક પ્રિયદર્શન સાથે તેનું પાણિગ્રહણ થયું. કેટલાક દિવસ અહીં રહી, પ્રિયદર્શનાને સાથે લઈ તે પોતાને શહેર પાછો ગયો. માની પુરુષો સસરાને ઘેર વધારે વખત રહેતા નથી. થોડા દિવસ પછી મને સમાચાર મળ્યા કે-મારી નિર્દોષ પુત્રીને વિના અપરાધે મૂકીને તે જમાઈ કેાઈ ઠેકાણે ચાલ્યો ગયો છે. તે સાંભળી મને દુઃખ થયું, જમાઈની શોધમાં મેં ઘણે પ્રયત્ન કર્યો પણ મારો સર્વ પ્રયાસ નિરર્થક ગયો. હું નિરાશ થયે. પુત્રીના દુ:ખે દુઃખી થઈ ઝરતાં મને ઘણે વખત થયો, તેમાં આજે આ વામણા તરફથી જમાઈના સંબંધમાં કેટલાક સમાચાર મને મળ્યા છે, તે હે કૃપાસિંધુ ! મારે જમાઈ ક્યાં ગયો અને હાલ કયાં છે? તે સંબંધમાં ખુલાસે આપી મારું દુઃખ દૂર કરશો. કુંભ ગણધરે જણાવ્યું. શ્રેષ્ઠી ! વીરભદ્રના મનમાં એવો વિચાર આવ્યો કે–બહોંતર કળામાં હું પ્રવીણ થયે. અનેક મંત્ર અને સિદ્ધ થયા છે. અનેક વિજ્ઞાન, ગુટિકાદિ પ્રયોગ અને વિસ્મયકારક ચૂર્ણાદિ યોગે હું જાણું છું. પિતાની લજજાથી તેમાંનું કાંઈ પણ હું અહીં ! | 210 | P.Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak