________________ સુદર્શન સંસારના ત્રિવિધ તાપરૂ૫ ગ્રીમ ઋતુથી પીડાયેલા જીવોને ધર્મદેશનારૂપ પુષ્પરાવર્તા મેઘને વરસાવી શાંત કરનાર વિશમાં તીર્થકર શ્રીમાન મુનિસુવ્રતસ્વામીને નમસ્કાર કરું છું કે જેના શાસનમાં રાજકુમારી સુદર્શનાની ઉત્પત્તિ થયેલી છે. તેમજ તત્ત્વજ્ઞાનદાતા શ્રીમાનું ગુરુવર્યને પણ ત્રિવિધ નમસ્કાર કરું છું. ( વિશાળ દક્ષિણ ભારતવર્ષના મધ્ય ખંડમાં અનેક ઊંચા શિખરોથી ઘેરાયેલો નંદિવર્ધન નામને રમણિક પહાડ શોભી રહ્યો છે. તેના અગ્નિખૂણાના ભાગમાં હિરણ્યપુર નામનું એક મોટું શહેર છે. ત્યાંના લોકો આધિ, વ્યાધિથી મૂકાયેલાં હોય તેમ ધનાઢ્ય અને સ્વસ્થ હતાં. મનુષ્યની વસ્તિથી તેમજ લક્ષ્મીના સમૂહથી તે શહેર ભરપૂર હતું. તે શહેરમાં જિનેશ્વરની આજ્ઞા પાળનાર, તેમના કહેલ તત્ત્વમાં પ્રવીણુ, અને ધર્મના કાર્યમાં આગેવાનીભર્યો ભાગ લેનાર વર્ધમાન નામને શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધર્મરૂપ ધનમાં અત્યંત પ્રીતિવાળી ધનવતી નામની પત્ની હતી. વિનય, નમ્રતા, શીયળ, સત્ય, સરલતા અને સંતેષાદિ ઉત્તમ ગુણોએ કરી, તેણીએ પિતાના પતિનું મન સ્વાધીન કરી લીધું હતું. “ખરેખર આ ગુણો સિવાય પતિને સ્વાધીન કરવાનું બીજું વશીકરણ શું હોઈ શકે ?" સંસારવાસના ફળરૂપ આ દંપતીને કાળાંતરે એક પુત્ર પુત્રીની પ્રાપ્તિ થઈ. “સુશિક્ષિત ધalaalaBaaaaaaaaaaaaaaહકાલાકાકાહાણET|] 92AC Gunratnasuri MS Jun Gun Aaradhak Trus 1