________________ સુદર્શન કરિયાણાં લઈ વ્યાપારાર્થે દેશાંતર જવા માટે પ્રયાણ કર્યું. અનુક્રમે તેઓ નાગપુર આવી પહોંચ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને એક મહાન કિંમતી રત્ન મળી આવ્યું. એક ભક્ષ માટે જેમ બે કુતરાઓ આપસમાં લડે છે તેમ એક રત્નમાં લુબ્ધ થયેલા બન્ને ભાઈઓ આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં તેઓ શંખા નામની નદી પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા દુર્દીત પાડાઓની માફક લડતા તેઓ તે નદીના એક ઊંડા દ્રહમાં પડયા અને ત્યાં જ જળને શરણ થયા-(મરણ પામ્યા). હા! હા! મેહનું પ્રબળપણું ! અજ્ઞાનતાનું કેટલું બધું જોર ! મમત્વભાવનું કેવું પરિણામ ! આવાં કારણેને લઈને જ જ્ઞાની પુરુષોએ પરિગ્રહને દુઃખનું મૂળ કહ્યું છે અને ત્યાગમાગને ઉપદેશ કર્યો છે. તે બન્ને ભાઈઓ મરણ પામી આ ચેન અને પારેવાપણે ઉત્પન્ન થયા છે. પૂર્વ ભવના વેરથી અહીં પણ તેઓ આપસમાં યુદ્ધ કરે છે. નહિં ઉપશાંત કરેલા વિરને વારસો અન્ય જન્મોમાં પણ મળે છે. - “આ દેવ કોણ હતો?” આ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. પૂર્વ વિદેહની રમણીય વિજયમાં આવેલી સીતા નદીના કિનારા પર સુભગા નામની નગરી છે. ત્યાં વિનીતસાગર નામને રાજા રાજ્ય કરતો હતો. મારા આ ભવથી પાંચમાં ભવ ઉપર, તેમને અપરાજીત Jun Gun Aaradhak P.P. Ac Gunratnasuri M.S.