________________ સુદર્શના / 198 i મહારાજે તમારી પ્રશંસા કરી હતી કે શરણાગત વત્સલ, અભયદાનદાતા મેઘરથ રાજાને પોતાની પ્રતિજ્ઞાથી ચળાવવાને દેવ દાન પણ અસમર્થ છે. આ પ્રશંસા હું સહન ન કરી શકે. ઈષોભાવથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવતા હતા. રસ્તામાં પરસ્પર યુદ્ધ કરતાં આ બન્ને પક્ષી મારા દેખવામાં આવ્યા. તે પક્ષીના શરીરમાં અધિષ્ઠાતા તરીકે રહી આ સર્વ ઉપસર્ગ યા પરીક્ષા મેં કરી છે. કપાળ રાજા ! આ મારો અપરાધ ક્ષમા કરજે. પરીક્ષા તો મહાન પુરુષની જ થાય છે અને સંકટો પણ તેમને જ આવે છે. જીવોને મરણના ભયથી બચાવવાનું અર્થાત અભયદાન આપવાનું કર્તવ્ય ખરેખર તમે બજાવ્યું છે. ઇત્યાદિ પ્રશંસા કરી, રાજાના શરીરને પૂર્ણ બનાવી, નમસ્કાર કરી દેવ સ્વર્ગભૂમિ તરફ ચાલ્યો ગયો. પોતાના મહારાજાનું ધૈર્ય અને દેવની કસોટીમાં પસાર થયેલા રાજાને દેખી સામંતાદિ વર્ગના આનંદનો પાર ન રહ્યો. તેઓએ અવધિજ્ઞાની રાજાને પ્રશ્ન કર્યો-મહારાજા ! આ પૂર્વે જન્મમાં કેણ હતાં? તેઓને આપસમાં વૈર થવાનું કારણ શું? અને આ દેવ પૂર્વભવમાં કોણ હતા ? રાજાએ જણાવ્યું-એરવત ક્ષેત્રના પદમનીખંડ નગરમાં ધનાઢય સાગરદત્ત નામ શેઠ રહેતો હતો. તેને વિદ્યુત્સના નામની વિરુદ્ધ ગુણવાળી પત્ની હતી. તેનાથી ધન અને નંદન નામના બે પુત્ર થયા. યુવાવસ્થાને પામેલા પુત્રોએ, પિતાની આજ્ઞા માંગી, નાના પ્રકારનાં Ac: Gunratnasuri MS. Jun Gun Aaradhak Tu // 198 /