________________ સુદર્શના 20o | નામને વાસુદેવ પુત્ર હતો, અને હું અનંતવીર્ય નામને બળભદ્ર પુત્ર હતું. એ ભવમાં અમે દમિતારી નામના પ્રતિવાસુદેવને માર્યો હતો. તે પ્રતિવાસુદેવ મરણ પામી અનેક ભવ ભમી અષ્ટાપદ પહાડની પાસે આવેલી નીયડી નદીના નજીકના ગામમાં, સોમપ્રભ કુલપતિના શશીપ્રભ નામના પુત્રપણે ઉત્પન્ન થયે હતો. તે ભવમાં પરિવ્રાજકના વેશમાં ઘણા વખત સુધી બાળ તપ કરી, ત્યાંથી મરણ પામી તે હમણાં ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલ છે. જ્યારે ઈશાન ઇદ્ર મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વજન્મના વેરભાવથી તેને નહિ સદૂહતાં, ઊલટો દ્વેષ ધારણ કરી, મારી પરીક્ષા કરવા માટે તે દેવ હમણાં અહીં આવ્યો હતો. પૂર્વ જન્મમાં અમે તેને માર્યો હતો, તે બાકી રહેલું પાપ, પરીક્ષાના નિમિત્તથી આ મારું શરીર કપાવવામાં કારણભૂત થયું છે. ખરી વાત છે કે કરેલ કર્મ ભોગવ્યા સિવાય કેઈને છૂટકો થતો નથી. આ પ્રમાણે પૂર્વભવને સૂચવનારાં મેઘરથ રાજાનાં વચન સાંભળી બન્ને પક્ષીઓ સહસા મૂચ્છ ખાઈ જમીન પર પડી ગયાં. લોકેએ શીતળ પાણી આદિ છાંટી તેમને સ્વસ્થ કર્યા. ઊહાપોહ કરતાં બન્ને પક્ષીઓને પૂર્વજન્મનું–જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે પક્ષીઓએ રાજાને જણાવ્યું, મહારાજા ! એ અવસરે અમે રત્ન હારી ગયા. એટલું જ નહિ પણ હા ! હા! લોભથી યુદ્ધ કરતાં મનુષ્યજન્મ પણ હારી ગયા. આ જન્મમાં નકદુઃખ પામવાની નજીકમાં અમે ગયા હતા પણ હે કપાસાગર ! તે દુઃખથી તમે અમારો બચાવ કર્યો 2 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak