________________ સુદર્શના ઉપદેશ આપવાવાળા તને, પરના પ્રાણુને નાશ કરી પોતાના પ્રાણનું પિષણ કરવું તે કોઈ પણ રીતે ગ્ય નથી. વળી તારા પ્રાણને સહજ પણ પીડા થતાં તને મહાન દુ:ખ થાય છે તે શું બીજાને તેમ નહિ થતું હોય ? જ્યારે સહજ દુઃખથી ને ત્રાસ થાય છે તે, બીજાના પ્રાણને સર્વથા નાશ કરવાથી તેને કેટલું દુઃખ થતું હશે ? તે તારે પોતે જ વિચારવાનું છે. આ પક્ષીનું ભક્ષણ કરવાથી તને થોડા વખત માટે તૃપ્તિ થશે પણ આ પક્ષીને તો આખો જન્મ નિરર્થક ' જશે. પંચંદ્રિય જીવોને ઘાત કરવાથી જંતુઓને નરકમાં જવું પડે છે, તે ક્ષણમાત્રના સુખ માટે કયો વિચારવાન જીવ પિતાના આત્માને લાંબા વખતના દુ:ખમાં નાંખશે? આ તારી સુધા બીજા પદાર્થોથી પણ શાંત થઈ શકે તેમ છે. જેમ ઉત્તમ શર્કરાથી પિત્ત શાંત થાય છે, તેમજ તેના અભાવે દૂધથી પણ પિત્ત ઉપશમે છે. આ જીવવધ કરવાથી ઉત્પન્ન થયેલી નરકવેદના કોઈ પણ પ્રકારે ભેગવ્યા સિવાય શાંત થઈ શકશે નહિ માટે જીવવધ કરવાના વિચારને તું શાંત કર, અને સર્વ સુખને આપનાર દયાને તું આશ્રય કર. સિંચાણાએ ઉત્તર આપે. રાજન ! આ પક્ષી ભય પામી તમારે શરણે આવ્યો, પણ ક્ષધાથી વિહવળ થયેલો હું તેને શરણ આપી શકું ખરો કે? હે મહાભાગ્ય! કરુણાથી જેમ તમે તેનું રક્ષણ કરે છે તેમ ભૂખથી મરણ પામતાં મારું ભક્ષ્ય નહિ મળે તો મારા પ્રાણુ હમણાં જ ચાલ્યા જશે. રાજન્ ! ધર્માધર્મની ચિતા તો પેટમાં પડેલું હોય તો જ યાદ આવે Jun Gun Aaradhak P.P.Ac. Gunrainasur M.S. || 195 .