________________ સુદર્શના આ પ્રમાણે મેઘરથ રાજાએ કહેલું, પિતાનું વૃત્તાંત સાંભળી વિદ્યાધરપતિ, રાજાને નમસ્કાર કરી પિતાના રાજ્યમાં આવ્યું. તરત જ પુત્રને રાજ્ય સેંપી, બંને જણાએ ચારિત્ર લીધું અને તે જ ભવમાં નિર્મળ જ્ઞાન પામી બન્ને જણ નિર્વાણ પામ્યાં. મેઘરથ રાજા ઉદ્યાનમાંથી પોતાને મહેલે આવ્યા. એક દિવસ મેઘરથ રાજા પૌષધ લઈ, પૌષધશાળામાં અનેક ભાવિક ગૃહની આગળ જૈનધર્મના તત્તનું વર્ણન કરી રહ્યા હતા. એ અવસરે ભયથી ત્રાસ પામતે, શરીરથી કંપતો, દીન મુખવાળો અને મનુષ્ય ભાષાએ શરણ યાચતે, આકાશ માર્ગથી પારેવા રાજાના ખોળામાં આવી પડ્યો. કૃપાળુ રાજાએ જણાવ્યું. નિર્ભય! નિર્ભય! તને અભય થાઓ. રાજાના આ શબ્દો સાંભળી તે પક્ષી શાંત થઈ બાળકની માફક રાજાના ખેાળામાં છુપાઈ રહ્યો. તેટલામાં સર્પની પાછળ જેમ ગરૂડ આવે તેમ “હે રાજા ! એ મારો ભક્ષ છે, તેને તું મૂકી દે. એને શરણે રાખવો તે તને ગ્ય નથી” આ પ્રમાણે બેલતો સિંચાણો તેની પાછળ આવી પહોંચ્યા. રાજાએ સિચાણાને જણાવ્યું. હે સિચાણા! આ પક્ષી હ તને પાછું આપી શકીશ નહિ. શરણે આવેલાને પાછો હડસેલ કે તેના શત્રુને સોંપવો તે ક્ષત્રિયનો ધર્મ નથી. સિંચાણુ! " આને શરણે રાખ તે તને યોગ્ય નથી.” આ પ્રમાણે ગ્યાયેગ્યને Jun Gun Aaradhak Tu # 194 | 12 A Gunratnasuri M.S