________________ સુદર્શના ( 193 II ફરી એક દિવસે તે જ સર્વગુપ્ત મુનિ મહારાજ શહેરની બહાર ઉદ્યાનમાં આવીને ઉતર્યા. તેમની પાસે ધર્મ શ્રવણ કરી વિરક્ત થયેલ તે દંપતીએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લઈ તે રાજગુપ્ત મુનિએ આંબિલ વર્ધમાન તપ કર્યો. છેવટની સ્થિતિમાં અણુસણની વિધિએ મરણ પામી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. સાધ્વી સંખીયા પણ વિવિધ પ્રકારના દુષ્કર તપનું સેવન કરી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનું આયુષ્ય પાણી, વિવિધ પ્રકારના વૈભવોને ઉપભાગ કરી. ત્યાંથી ઍવી દાન અને તપશ્ચર્યાના પ્રભાવથી રાજગુપ્ત આ સિહરથ નામના વિદ્યાધરપણે ઉત્પન્ન થયો છે. તે સાધ્વી દેવને જીવું પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અહીં વેગવંતી નામની તેની પત્નીપણે ઉત્પન્ન થઈ છે. દેવી ! આ દંપતિએ પૂર્વ જન્મમાં દાન આપ્યું હતું. અને આંબીલ વર્ધમાન તપ તથા બત્રીશ કલ્યાણકાદિ તપ કર્યો હતો. તે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી દેવી વિભવ પામ્યાં હતાં અને અહીં પણ વિદ્યાધર ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યાં છે. આ વિદ્યાધર દંપતી પોતાના શહેરમાં જઈ પુત્રને રાજ્ય સોંપી ધનરથ તીર્થંકરની પાસે બન્ને જણ ચારિત્ર ગ્રહણ કરશે. સર્વોત્કૃષ્ટ તપ, સંયમાદિના ગે કિલષ્ટ કર્મોનો ક્ષય કરી આ જ ભવમાં નિર્મળ કૈવલ્ય પ્રાપ્ત કરી મેલે જશે. Jun Gun Aaradhak TIER | 13 || B P Ac. Gunratnasuri M.S.